Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૦૧)
આત્મીય ભાઈ,
મારું કાર્ડ મળી ગયું હશે. મેં લખ્યું હતું કે મારે એક ઘટના વિષે તમને લખવું છે. ખાસ તો એ ભાષા અને દૃશ્ય વિષે સંબંધ ધરાવે છે એટલે લખવાનું મન. ઘણી વસ્તુઓ પીડાદાયક હોય છે પણ એ માત્ર પીડા આપીને જ ચાલી જતી નથી. એ દૃષ્ટિદાયક પણ હોય છે. અને સજાગપણે દાન સ્વીકારીએ તો
નવા દરવાજા ખોલી આપે છે. સીધી વાત જ કરું.
મારી પથરીનું ઓપરેશન કરનાર સર્જ્ડન મિત્ર. તેમની જ હોસ્પિટલ એટલે સઘળી સુવિધા. મનમાં ચિંતાનો કશા પ્રકારની નહોતી. એવો નિરધાર કરેલો કે બરાબર જાગૃત રહીને આ પ્રક્રિયામાંથી પસાર થવું છે. એનેસ્થેસિયા કેવીક અસર કરે છે એ પણ બેભાન થતાં સુધીની પળ સુધી જોવું- ચકાસવું છે. એટલે મને સ્ટ્રેચરમાં લઈ ગયા ત્યારથી ખુલ્લી આંખે બધું જોતો હતો. ઓપરેશન થિયેટરના ટેબલ પર સુવાડ્યો, કપડાં કાઢ્યાં, લીલી મો—પટી ને માથા-બંધણું બાંધેલા ડોક્ટરોને નીરખીને જોયા, બંને હાથ પહોળા કરી બાંધ્યા. વચ્ચે ડોક્ટર અને એનેસ્થેટિકની વાતચીત સાંભળી. મને નળી સુંઘાડી ત્યારે વધુ સજાગ બની અસર તપાસવા માંડી. એકબે ત્રણ કાઉન્ટ વિષે વાત થતી હતી. કદાચ ધાર્યા કરતા મને વધારે પ્રમાણમાં એને આપવાનું થયું હશે. પછી ?
૧. આ કાર્ડ ઉપલબ્ધ થયું નથી.
૧૫૦
પછી પાંપણો ભારે થવા માંડી. આંખો ખુલ્લી રાખવા પ્રયત્ન કરું પણ મીંચાઈ જવા લાગી. બધું જ અસ્પષ્ટ, ઝાંખું થવા લાગ્યું. અને મારી આસપાસ અંધકાર છવાઈ ગયો. મને થયું, કશું જ સૂઝતું નથી પણ હું તો ભાનમાં છું.
આ કશું જ ન સૂઝે એને બેભાન અવસ્થા કહેતા હશે ? ત્યાં વિચિત્ર ઘટના બની. એક લીફ્ટ જેવું કાંઈક ઊતરી આવ્યું ને તેમાં હું દાખલ થઈ ગયો. આ બધું અત્યંત ઝડપથી બનતું હતું. લિફ્ટ પણ સીધી નીચે ઊતરવાને બદલે કાટખૂણે જરા અટકી નીચે જવા લાગી. મને થયું, આમ ચારે તરફ ફરી, જરા અટકી ને સાંકડા વિસ્તારમાં ક્યાં લઈ જશે ? આવો વિચાર સ્ફુરે ત્યાં લિફ્ટ અટકી ગઈ. ગાઢ અંધકાર, કશું જ સૂઝે નહીં.
આ પળે દૃશ્ય સાવ બદલાઈ ગયું. મેં જોયું તો હું ઓપરેશન થિયેટરમાં હતો. ડોક્ટર શાંતિભાઈ ઓપરેશન કરતા હતા. બાજુમાં તેમના પુત્ર ડૉ. રૂપીન
Jain Education International
નંદિગ્રામ
તા. ૧૫-૧૨-૯૬
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org