Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અને મારો ભાણેજ ડૉ. અશોક બંને હતા. મેં ડૉ. શાંતિભાઈને ઓપરેશન કેવી રીતે થાય છે તે વિષે પ્રશ્નો પૂછ્યા. રૂપીન, અશોક સાથે પણ વાતચીત કરી. તેમણે મારા પ્રશ્નોના જવાબ આપ્યા. અમારી વાતચીત વખતે કશું નવું ને અપરિચિત નહોતું લાગતું. પણ બધું જ વધુ પ્રકાશિત હતું. મારી નજર ઓપરેશનટેબલ પરના શરીર પર ગઈ અને ધક્કો લાગ્યો. આ હું વાત કરું છું એ જ હું છું કે ટેબલ પરનું શરીર ? આ વિચાર સાથે જ દેશ્ય બદલાઈ ગયું. એક જુદી જ ભૂમિકામાં હું સરી પડ્યો. ત્યાં મને ત્રણ અત્યંત તેજસ્વી, જ્ઞાનદીપ્ત અને કરુણામય વ્યક્તિઓ મળી. તેમણે સત્યપ્રતિષ્ઠા અને યુગાંતરનો સમય નજીક આવી રહ્યો છે તેની વાતો કરી. હું ભાનમાં આવ્યો (કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી અંતર્દષ્ટિથી બેભાન થયો !) ત્યારે મારી રૂમમાં હતો. હોસ્પિટલના વાતાવરણમાં ગોઠવાતાં માત્ર બે–એક દિવસ લાગ્યા. માની જ ન શકાય કે ઓપરેશન થયું છે. પણ હોસ્પિટલ, ડોક્ટર, વ. પ્રત્યક્ષ એટલે કાંઈક સારું તો છે એની પ્રતીતિ થઈ. પછી પાછા ઠેરના ઠેર.
મારા જીવનમાં ઘણા અસાધારણ બનાવો બન્યા છે અને તેમાં ડૂળ્યા વિના કે તણાયા વિના સ્થિર, સજાગ અને સતર્ક દૃષ્ટિથી એને અનુભવ્યા ને મૂલવ્યા છે.આ કોઈ વિશિષ્ટ વ્યક્તિની નહીં પણ સર્વ માનવની સંપત્તિ છે. કોઈ ખાસ અધિકારને નામે અવતારી પુરુષ, સિદ્ધપુરુષ કે પછી જગદંબા, માતાજીને નામે જે દાવા ચાલે છે એ જરા પણ સ્વીકાર્ય નથી. આ માટે કોઈ કંઠી બાંધે તે કે કોઈને કંઠી બાંધવા મન તૈયાર નથી. પંડિત સુખલાલજીએ એક મિત્ર મારફત પુછાવ્યું હતું કે હું શેમાં માનું છું ? ત્યારે એટલું જ જણાવેલું કે હું Nonconflictછું; ગુજરાતીમાં શું કહીશું ?- રૂઢિમુક્ત ? રૂઢિભંજક ? ચીલો ચાતરનાર ? જે કહો તે. સામાન્ય માનવી અને સામાન્ય જીવન, માનવસંબંધો અને માનવ સ્નેહનું જે ગૌરવ નથી કરી શકતા તેમની હાથ જોડીને વિદાય લીધી છે. આ બધું એટલા માટે લખું છું કે આન્ધ્યાત્મિ–કના કોઈ જ વાધા વિના આપણી જે મૈત્રી થઈ છે, તમે જે મારી કાળજી લીધી છે, મને ભાષાકીય ને ભાવગત વિષયોમાં જે સ્નેહથી સદાય તત્પર રહી સહાય કરી છે. તેનું મારે મન બહુ જ મૂલ્ય છે. સદ્ગમાં અને સંપ્રદાયોમાં હૃદય ઠર્યું નથી એ આવા પ્રીતિસંબંધોમાં ફૂલની જેમ ખીલી ઊઠે છે.
ચાલો, શરીર, અવચેતન, અ-શરીરી ચેતન એમાં ચાલતા વાણીવહેવાર અને – ખાસ તો ભાષાનો ઉગમ અને એના જુદા જુદા સ્તર વિષે કોઈ
સેતુબંધ
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org