Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૦૨)
મકરન્દભાઈ,
તમારા ૧૫-૧૨-૯૬ના પત્રનો એક મહીને ઉત્તર લખવા બેઠો છું. એ માર્મિક, આત્મનિરીક્ષણમાં મને સહભાગી બનાવતા પત્રનો ઉત્તર આપવા માટે વિચારો ગોઠવવાની જરા નિરાંતની મનોદશા હોય એ માટે મેળ પડતો ન હતો : વચ્ચે થોડોક, ઠંડીને કારણે કફનો ઉપદ્રવ, તે પછી પ્રૂફોનો નિકાલ કરવાની તાકીદ, અહીંના અને વિદેશી વિદ્વાનોની મુલાકાતો, સ્વજનોનું આગમન વગેરે વગેરે વ્યાવહારિક આડશો નડતી હતી. હવે તમે જે વાતો કરી છે તે સંદર્ભે ખુલ્લા મને મારા વિચાર, માન્યતા આદિની વાત હું પણ કરું. આમાંનું ઘણું તો આપણી આ બાબત એકસરખી સમજ દર્શાવતું હોવાનું જ.
આપણા ચિત્તના સચેતન સ્તરે ભાવમુક્ત રહીને, તટસ્થતાથી, આપણે જે અનુભવતા હોઈએ તેનું આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ, અને આ બુદ્ઘિનિષ્ઠતા વ્યવહારજીવન સાથે કામ પાડવાની આપણને ક્ષમતા પૂરી પાડે છે. આત્મનિરીક્ષણ આપણી મોંઘી મૂડી છે— ગમા—અણગમા, પૂર્વગ્રહો—અભિગ્રહો, આસ્થા—માન્યતાથી ઠીકઠીક અલિપ્ત રહીને, જે વીતે છે તેને જોવાસમજવાની, તેનું આકલન કરવાની આપણું ચિત્ત વધતીઓછી સજ્જતા ધરાવે છે – અનુકૂળ સંજોગો હોય ત્યારે તે એ રીતે પ્રવૃત્ત થતું હોય છે.
Jain Education International
અમદાવાદ
તા. ૧૫-૧-૯૭
બીજી બાજુ છે આપણા ચિત્તના અવચેતન સ્તરની સામાન્ય વ્યવહારજીવનના બુદ્ધિગોચર, સામાન્ય ભાવગોચર અનુભવોથી જુદા જ અનુભવોની. સ્વપ્રાવસ્થામાં, જાગ્રત માનસ અને બુદ્ધિ—વિવેકના અંકુશોથી મુક્ત, વિચાર–વાસનાની જટાજાળ પ્રવૃત્ત બને છે. આમાં અતૃપ્ત ઇચ્છાઓની તૃપ્તિ, વગેરે તામસિક અને રાજસિક બળોની લીલા હોય છે. પણ માત્ર એટલું જ હોય છે ? અસાધારણ, અનન્ય, ઉન્નત, સાત્ત્વિક અનુભવોની પણ એ ભૂમિ હોવાના પુરાવાઓ અપાર છે. Pryelhedelic ઔષધો લેનારને આપણા સોમરસ, ભાંગ વગેરેના સેવન દરમિયાન— સ્થળકાળ સાથે તથા અન્ય ચેતનાઓ સાથે અભિન્નતા અનુભવાતી હોવાનું જાણીતું છે. સમાધિ અવસ્થાને– વિવેકાનંદ, રામકૃષ્ણ આદિ અનેકાનેક સંતમહંતોની અનુભૂતિને– ભ્રાંતિ કે સ્વ–સંમોહન
સેતુબંધ
For Private & Personal Use Only
—
૧૫૩
www.jainelibrary.org