Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પણ છે. આની ઉપાસના વખતે એક જોગાનુજોગ એવો બન્યો કે મંજુશ્રીના એક અનન્ય ઉપાસક સાધકનો પરિચય થયો. આવા આગમનની સૂચના મને અગાઉથી મળી હતી. એ સાધક જાતે મુસ્લિમ છે, ઉપાસનાએ બૌદ્ધ છે. તેમના ગુરુ તિબેટન લામા છે; જે તુલ્ક એટલે કે જાતિસ્મર ગણાય છે. બહુશ્રુત વિદ્વાન તેમ જ સાધક છે. અત્યારે જર્મનીમાં છે. મને મળ્યા તે સાધક ભાઈ અબ્દુલ અઝીઝે કહ્યું કે એ તેમને અહીં તેડી લાવશે. એ અહીં આવે ત્યારે તમે આવી શકો ખરા ? હું આગળથી જણાવીશ.
રેડિયોવાળા રેકોર્ડિંગ કરી ગયા. કટકે કટકે કરીને પાંચેક ક્લાકની ટેપ થઈ. યજ્ઞેશ દવે તમને યાદ કરતા હતા. મુલાકાત જવાહર બક્ષીએ લીધી. જવાહરે કહ્યું કે તેણે તમને નરસિંહ મહેતાનાં પદોની કેસેટો આપી છે. એમાંના (એમાંના એટલે કે કેસેટો સાથે આપેલી ટચુકડી પુસ્તિકાઓમાંના) પાઠના અમુક શબ્દો વિશે પ્રશ્ન થાય છે. “ગોરી તારે ત્રાજુડે રે....' એ પદની બીજી કડીમાં “ગોફણે ઘૂઘરી ઘમકે રે...' છે ‘ગોફણે’ બરાબર છે ? ભરતભાઈ કહે છે કે કદાચ ‘ઘૂંટણે’ તો નહીં હોય ? મારાં ઘૂંટણ હજુ ડૂબતાં નથી; તમને શું કળાય છે ? આવું જ ‘વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને... ...” પદમાં ત્રીજી કડીમાં ‘ઉઠ કદંબ અવની માગી' લખ્યું છે– ત્યાં ‘ઊંઠ કદમ’ કહેતાં ઊંઠ=સાડાત્રણ પગલાં— એમ હશે ? વિષ્ણુએ સાડાત્રણ પગલાં ધરતી માગી ત્રણ પગલામાં ત્રણે લોક માપી લીધા અને અર્ધો બલિરાજને માથે મૂક્યો, એને પાતાળ ચાંપ્યો એવી કથા છે. આપણે ત્યાં ‘ઊંઠાં ભણાવવાં' એવી કહેવત છે તેનું મૂળ વિષ્ણુએ બલિને છેતર્યો એમાં તો નહીં હોય ને ! અવકાશે લખશો.
અનુસંધાન માં કુલિંગ વિશેની નોંધ વાંચી. મારે વિશે તો તમારો ઢાઈ અચ્છરનો પ્રેમ જ વાંચું છું. “બાકી કે સબ બાદ.” ચંદ્રભાલ ત્રિપાઠી વિશેની અવસાન નોંધ પણ વાંચી. એ એકવાર અહીં આવ્યા હતા. ગાયત્રી ઉપાસનામાં ડૂબી જવાની વાત કરતા હતા. પછી મળવાનું થયું નહીં.
ભરતભાઈની લેખણનો સહારો છે એટલે મારી લૂલી અટકવાનું નામ લેતી નથી. ભરતભાઈ કહે છે કે તમતમારે લખાવો. પણ અત્યારે થોડોક પોરો ખાઉં.
સેતુબંધ
પોરો ખાઈને ૨૧મીએ સવારે
પછી કાન્હપ્પા વિશે વાંચી ગયો. એક પદમાં તે કહે છે : સાવિ રિવ
Jain Education International
For Private & Personal Use Only
૧૪૧ www.jainelibrary.org