Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ઊઠ કદમ” જ જોઈએ. “ઊઠ હાથનો હું જે ઘડ્યો (અખો), “ઊઠ હાથનું દેવળ' વગેરે. પછીથી સાનુનાસિક “ઊંડું–‘ઊંઠાં'ન્યું. અર્ધચતુર્થ”, “પ્રા. અદ્ધક', “આહુઢ' વગેરે.
તમે “કુલિંગ' વિશે જે લખ્યું હતું, તેનો પ્રતીકાત્મક અર્થ ઘટાવવાની શક્યતાની જાણ વાચકોને થાય એ જરૂરી છે.
દુલિ દુહિ પિટા ધરણ ન જાઈ” એ બીજી ચર્યાગીતિની પહેલી પંક્તિમાં કાચબાનું પ્રતીક મુક્યુરિપાકે યોર્યું છે. મારી કલ્પના પ્રમાણે ચર્યાગીતિ ૯, કડી ૨ નું મૂળ સ્વરૂપ :
જિવૅ જિર્વે કરિણી કરિણિયે રીસાઈ |
તિવૅ તિવૅ તથતા–મઅગલુ વરિસાઈ // રીસઈ રિસાય છે. સં.માં “રુષ્યતિ' (આપણું ‘રૂસણું') અને “રિષ્યતિ' બને છે. મુનિદત્તની પાસે ફુલ એવો પાઠ હોય તો જ ર્થતિ એવી છાયા થાય. ત્રીજી કડી :
छग्गइ सअल सहावें सुद्धा ।
भावाभाव वालग्गु ण छुद्धा ॥ બીજા ચરણમાં પાઠાંતર ફૂધ (8છુદ્ધ =ક્ષુબ્ધ) છે. મુનિદત્તની પાસે દૂધ એવો પાઠ હોય. તમે જે અર્થઘટન (મુનિદાને અનુસરીને) કર્યું છે તે યોગીને અનુલક્ષીને છે. શબ્દરચના ઉપરથી એવું લાગે છે કે “યોગદષ્ટિએ જોતાં ષડગતિ પણ સ્વભાવે શુદ્ધ છે. ભાવ-અભાવથી (યોગી) વાલાગ્ર–માત્ર ક્ષુબ્ધ થતો નથી– કાંઈક એવો ભાવ હોય.
- શહિદુલ્લાનું કૃષ્ણપાદના દોહાકોશનું સંપાદન તમારી પાસે હોય તો વિનોદભાઈ કે ભરતભાઈને કહીં ઝેરોક્સ કરાવીને મને મોકલજો. ચર્યાગીતિના મૂળ પાઠનું મારી ધારણા પ્રમાણે પુનર્ઘટન હું વચ્ચે વચ્ચે કરું છું. કેટલીક શબ્દ અને અર્થની ગૂંચો ઊકલે છે. આધુનિક વિદ્વાનોએ છંદને અવગણ્યો છે, અને મૌખિક તેમજ લિખિત પાઠપરંપરા, લોકપ્રિયતાને કારણે ગરબડવાળી, ભ્રષ્ટ કેઉત્તરકાલીન (બંગાળી, મૈથિલી આદિ) ભાષા-પ્રભાવ વાળી છે, (મીરાં-નરસિંહ વ. સંતોની રચનાઓની જેમ).
સેતુબંધ
૧ ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org