Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પદમાં નલિનીવનનો ઉલ્લેખ ધ્રુવપદ કડીમાં આવે છે તેમાં પર્યક્રભેદન પણ જોઈ શકાય. ન છૂધ માં સ્પર્શતીત કે અસ્પૃશ્ય-યોગનો નિર્દેશ જણાય છે. મનને ખ–મન કરવું, અ-મન કરવું એવી સિદ્ધોની અસ્પર્ય યોગની સાધનાનું આ પદમાં નિરૂપણ થયું લાગે છે. સરહપાની વાણી યાદ આવે છે :
सर्व रूप तहें ख-सम करीजै । ख-सम स्वभावे मनहँ करीजै । सो भी मन तहँ अ-मन करीजै । सहज स्वभावे सो पर कीजै ।
(હિન્દી વ્યધારા–ાદુલ સત્યાયન પાનું ૨૩) કાન્હપ્પા અને કાપાલિક સંપ્રદાય તેમ જ મંજુશ્રી અને તેના મહાન ઉપાસક તિબેટન યોગી સાંખપા વિશે વધુ જાણવાની ઇચ્છા છે. “મંજુશ્રી મૂલકલ્પ” મેં મગાવ્યું છે. અભ્યાસની સાથે સાથે મન સાધનામાં ડૂબકી નથી મારતું તો મજા નથી આવતી. આ પત્ર પત્રિકા તો થઈ ગયો છે પણ નિગ્રંથની વાતો કરતાં કરતાં ગ્રંથ બની જાય એવી ભીતિ છે. એટલે બસ કરું. ટપાલ કે આંગડિયું નથી કરતા – એક મિત્ર અમદાવાદથી આવવાના છે થોડા દિવસમાં તેમની સાથે મોકલાવીશ. આ સાથે “પ્રતિરૂપ”ની નકલ મોકલું છું.
મારું ગાડું ઠીકઠીક ચાલે છે. તમારી તબિયત સારી હશે. છેલ્લે ભરતભાઈનો ટહુકો સાંભળી લો.
સ્નેહ,
-મકરન્દ્ર ઘૂંટે ઘૂંટ પીને રાજી રે'જો જી, ટહુકે ટહુકે પ્રણામ મારા લેજો જી ! લિ. પ્યાલા-રકાબી ખખડાવતો કીટલીનો છોકરો
સેતુબંધ
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org