Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
વિવેચન-પુરસ્કાર પ્રદાન પ્રસંગેનું વક્તવ્ય જો આપણા પાંચદસ અધ્યાપકોના ધ્યાન પર આવે તોયે ઘણું ! તેઓ અઈમૃત કે મૃતપ્રાય – વિદ્યાવ્યાસંગની બાબતમાં છે : આપણાં માનવીય આધ્યાત્મિક પરંપરા અને મૂલ્યોનાં સર્વવ્યાપી ધોવાણમાં અર્વાચીન પેઢીએ અજ્ઞાન કે સ્વાર્થવશે જે ફાળો આપ્યો છે અને હજી અપાય છે તેનું થોડુંક ભાન, થોડીક જાગૃતિ તેમનામાં ઉદય પામે તોય ઘણું. | મેં તો લગભગ અવાચ્ય લાગે તેવા ઝીણા અને કૂબડા અક્ષરે આ લખ્યું છે. પણ હજી થોડું ઉમેરું. તમે પૂરી શારીરિક સ્વસ્થતા લાગે ત્યારે જ “અબોલા'નું બાકીનું સર્વસામાન્ય અર્થઘટનનું કામ હાથમાં લેજો. વચ્ચે એક બે અંક ખાલી પડે તેમાં કશો વાંધો નથી.
હમણાં બે–ત્રણ વિદેશી અભ્યાસીઓ અહીં પોતાનું સંશોધનકામ લઈને આવ્યા છે, તેમને મળવાનું થયું. તેમાં એક ઇટાલીના નેપલ્સ યુનિ.ના સંસ્કૃતનાં અધ્યાપિકા ક્ષેમેન્દ્રની તેજાબમાં બોળેલી કટાક્ષકૃતિ “નર્મમાલા” ઉપર કામ કરી રહ્યાં છે, અને તેનું સંસ્કૃત, પ્રાકૃત અને દેશ્ય- સ્થાનિક શબ્દપ્રયોગોથી પ્રચુર હોવાથી મારી સાથે વાંચે છે. પણ ક્ષેમેન્દ્ર સરકારી અધિકારી, તેમના સહાયકો, મહેસૂલ ઉઘરાવનારાઓ, વૈદ્યો, જયોતિષીઓ, ઉપાધ્યાયો, ગણિકાઓ, લાલચુ શ્રીમંતો, પુરોહિતો, વિટો અને લબાડોનાં કટાક્ષચિત્રો દોરવામાં જે ઘાતકતા દર્શાવી છે, જે સ્થૂળતા, અશ્લીલતાની લહાણી કરી છે – અને તેના જેવા ઉચ્ચ કવિત્વ ધરાવતા સંવેદનશીલ જીવે !– તે જોતાં તેના સમયના કાશ્મીરની સાર્વત્રિક સાંસ્કૃતિક અધોગતિ, અત્યારની આપણી અને વિશ્વના અનેક વિકસિત દેશોમાં પ્રવર્તે છે તે અધોગતિની યાદ આપે છે. છતાં એ સમયમાં જ અભિનવગુપ્ત, સોમદેવ, કુન્તક જેવા અનેક અસાધારણ પ્રતિભા ધરાવતા પંડિતો, સાધકો, તત્ત્વજ્ઞો પણ થયા છે. એટલે સ–અસહ્માં ક્યારે કોનો હાથ ઉપર હોય છે તેની આપણી સમજ કાચી–અધૂરી હોવાનું સતત યાદ રાખવું પડે તેમ છે. પણ ઘણું લખ્યું. સહેજે વંચાય તેટલું વાંચશો.
–હ. ભાયાણીના નમસ્કાર
૧ ૧ ૨.
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org