Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૮૯)
તા. ૨૮ જૂન, '૯૬
નંદિગ્રામ આત્મીય ભાઈ,
મુંબઈથી આવીને તરત લખેલો તમારો સ્નેહસભર અને સવિસ્તર પત્ર મળ્યો. આ વખતે મહાનગરે કફની કોથળી નથી બંધાવી એ માટે મોટો પાડ. મારું શરીર જરા ઘવાયું છે. બાથરૂમમાં લપસી જતાં નાનો અકસ્માત થયો, પણ બચી ગયો. તમે “બોલચાલની ભાષાનાં સ્કૂલનો” તથા “નિમાડી મસાણ-ગીતો'ની નકલ મોકલી તે જોઈ ગયો છું. વલસાડ આસપાસ કબીરપંથીઓ મૃત્યુ પ્રસંગે જે ભજનો ગાય છે તેની ઝેરોક્ષ એક ભાઈ આપી ગયા છે. મોકલવી રહી ગઈ તે મારા ગંજેરીના ખલતામાંથી શોધી મોકલીશ. મુનિજીએ મુક્તકનો અનુવાદ કર્યો તેમાં જરાક ફેરફારથી પહેલ પડ્યો છે. મને “સ્ફાટિકી શબ્દ નહોતો ગમ્યો. “સ્ફટિક મણિ તણી તે હાથ માળા ગ્રહેલી’ એમ આરંભ કરી અનુવાદ કર્યો છે. પણ બરાબર જામતું નથી. શબ્દોની અર્થછાયાઓ કયાંય સુધી પથરાતી આવે છે ને પ્રકાશવતી બનતી જાય છે. હમણાં “ગુહ્ય સમાજ તંત્ર લઈને બેઠો છું. તંત્રમાં આવતા આ અર્થો. minted meaning (Mયાર્થ) evident meaning (diel) twilight language (Hot4184191) Nontiwilight language (નસાધ્યભાષા)– આ સંધિપળ પછી પ્રભાસ્વરપ્રકાશ-કોલિક'– Ultimate jense clarifying the clear light’– આમ ભાષા સ્વચ્છ, દીપી બની પ્રકાશ પાથરે ત્યારે અર્થ સરે. આ વિષે, મંત્રોચ્ચાર વિષે કહેવાનું મન થાય છે પણ મનને રોકું છું. wittgenstein ના જીવનચરિત્રમાં ઉલ્લેખ છે કે C.K.Ogden એ I.A.Richards સાથે લખેલું પુસ્તક : The Meaning of Meaning' ભાષાનાં મનોવૈજ્ઞાનિક અને સામાજિક સંદર્ભ પર સારો પ્રકાશ પાથરે છે– તમારા જોવામાં આ પુસ્તક આવ્યું છે ? ત્યાં ક્યાંયથી મળે ? ભ. ભાઈને ફોન કરશો તો તપાસ કરી ગોતી કાઢશે. કદાચ તમારી નજર તળે પસાર થઈ ગયું હશે. અવકાશે લખશો.
આપણે વળી પેલા પ્રભાસ્વર તણી નજર નાખીએ. મને લાગે છે એ ભાષા ઇંગિતોની છે. સ્વપ્નમાં આપણે કેટલુંક અનુભવીએ છીએ પણ એ કાં તો બરાબર સમજાતું નથી કે સ્મરણમાં રહેતું નથી. આ હિરેકિલટસનું કથન : “The ૧૩૦
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org