Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
જમીન પર છે. તે એટલે સુધી કે “નંદિગ્રામ વાસીઓને હાંકી કાઢી, જમીન ખાલસા કરવા સુધી વાત પહોંચી છે. આની વિગતમાં અહીં નથી ઊતરતો પણ આ પ્રકારના હુકમને અત્યારે તો ચીમનભાઈ પટેલે અટકાવ્યો છે. હવે શું કરવું એ અંગે વલસાડના મિત્રોની મિટીંગ બોલાવી. તેમની સલાહ થઈ કે અહીંના M.L.A., M.P ની સહીથી મુખ્યમંત્રીને આ પ્રશ્નનો કાયમ ઉકેલ કરવા માટે આવેદન આપવું. એ ઉપરાંત ગુજરાતના અગ્રિમ સાહિત્યકારો પણ તેમાં સૂર પુરાવે એ ઇચ્છનીય છે. ગુણવંતભાઈ શાહ અહીં આવ્યા હતા. તેમણે લખાણ તૈયાર કરી આપ્યું. મુંબઈમાં ગુલાબદાસભાઈ, અમૃતલાલ યાજ્ઞિક, હરીન્દ્રભાઈ, સુરેશભાઈ તથા પત્રકારો હરકિશન મહેતા ને કાન્તિ ભટ્ટને સહી કરી આપવા માટે પત્રો મોકલ્યા. અમદાવાદમાં તમે, યશવંતભાઈ શુક્લ અને પુરુષોત્તમ માવલંકર, મનુભાઈ પંચોળીને પણ લખ્યું છે. આ તકલીફ આપતાં જીવ અચકાય છે પણ યજ્ઞમાં વરૂણનું કાંડું બાંધે એવી ક્રિયા છે એટલે સંકોચ ઓછો થાય છે. તમને યોગ્ય લાગે તો આ સાથે આવેદન–પત્ર બીડ્યો છે. તેમાં સહી કરી વહેલાસર મોકલી આપશો.
અમુભાઈ દોશી ‘નંદિગ્રામ'ના સભ્ય થયા છે ને ‘ભજન–શિબિર' માટે અમે ફરી કમર કસીએ ત્યાં વચ્ચે આવા વંટોળમાં સપડાઈ ગયા છીએ. તમને એમ લાગે કે આ પ્રશ્ન વિના વિલંબે પતી જવો જોઈએ ને તેમાં વ્યક્તિગત રીતે તમે કાંઈ કરી શકો તો એટલું કરવા સાથે સાથે વિનતિ કરી લઉં છું. મારું તો નરસૈયાનું ગાડું છે પણ કુન્દનિકાબહેન જે-કમળ ખિલાવી શકે તે– કાદવકિચડમાં ગળાડૂબ રહે તે જોઉં છું ને કંપી ઊઠું છું. પણ શામળિયાની આવી જ લીલા હશે. મારા હૈયેથી ને હોઠેથી તો ઘંટી દળતાં માજી ગાતાં તે ગીત ઊઠે છે : “વારકાના વાસી રે અવસરે વેલા આવજો હો જી'. કુન્દનિકા વંદન પાઠવે છે.
તમારો મકરન્દ
४४
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org