Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મકરન્દભાઈ,
‘ઉદ્દેશ’માં તમારી ઉમાશંકરને આપેલી પ્રેમાંજલિ ઉમાશંકરને સજીવ કરી જાય છે, અને તેમની સાથેના અનેક પ્રસંગોની મારી સ્મૃતિઓને તેણે જગાડી. શરીર કેમ ચાલે છે ? ‘ફાર્બસ ત્રૈમાસિક'માં મંજુબહેનનું કેમ્પબેલના પુસ્તક વિશેનું વિવરણ વાંચીને મારી પાસે ઘણા વખતથી કેમ્પબેલ–સંપાદિત હાસ્રીખ સિમર (Heinrich Zimmer) નું Myths & Symbols in Indian Art and Civilization એ પુસ્તક હતું, તેના પર પહેલી વાર થોડી નજર નાખી. આપણી શિવ, વિષ્ણુ, બ્રહ્મા વ. ને લગતી પૌરાણિક કથાઓનાં તેમનાં અર્થઘટનો ઘણાં ઘોતક છે. તમે તો એ જોયું જ હશે.
આવી.
(૨૯)
નાનપણમાં ગામમાં ખીસરને દિવસે ગોરમહારાજ રાખડી બાંધતાં ‘રક્ષે રક્ષે રાખડી, બે ગોધા બે બાખડી’ (અમે ‘કાકડી’ બોલતા) તે યાદ આવ્યું – આ કદાચ મેં તમને પહેલાં કહ્યું પણ હોય. અને
―
૪૬
૧૪-૧-’૯૧
અમદાવાદ
ખીસર/મકરસંક્રાંતિ
Jain Education International
યેન બધ્ધો બલિરાજા, દાનવેંદ્રો મહાબલી |
તેન બંધુન બધ્વામિ, રક્ષયેત્ (કે જીવ ં) શરદાં શતમ્ ।
એ કથા (પુરાણ કે સ્મૃતિમાં છે તે ખબર નથી) એ આશિષ પણ યાદ
હ.ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org