Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
તમારો જરા નિરાંતવો ગાળો લખી શકો? હસુભાઈનો વાહનયોગ ને તમારી અનુકૂળતા ભળે તો મળવાનો જોગ થાય. લોકગાયક કરસન પઢિયાર પાસે ખજાનો છે તે કેસેટની તેજૂરીમાં સંઘરી લઈએ. આ મેળો ફેબ્રુ.માં થાય એવું વિચારું છું.
ચાલો, ઝીણા અક્ષરે ઠીકઠીક કાઢ્યું. તમને વાંચતાં તકલીફ ન પડે તો સારું. હમણાં “ઓઘડનાથ” ને “ઓઘડપથ'નું પગેરું કાઢું છું, એટલે પણ આવા અક્ષરે દોડી આવ્યો હોઈશ. આ પંથના એક જીવતા જોગીની ભાળ મળી છે. આ પંથમાં સુખડ, રૂખડ, ગોદડ, ભૂખડ, હૂકડ એવા કૈક ફાંટા છે. ગોરખશિષ્ય માણેકનાથ એજ ઓઘડ એવી માન્યતા છે. તેની રમૂજી કથાઓ છે. જે કાંઈ કચરો-કાદવ-માણેક...મોતી હાથ ચડે એ ભેગું કરી ચાળવાની ધખના છે. ઓઘડને પંથે આવી મળે તે ખરું. બાકી “ખરખરો ફોક કરવો.” કુશળતા ચાહું છું.'
– મકરન્દ
સેતુબંધ
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org