Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૭૫)
અમદાવાદ
તા. ૪-૧૨-૯૪ મકરન્દભાઈ,
તમારું સ્વાથ્ય બગડ્યું, મુંબઈ સારવાર માટે અઠવાડિયું જવાનું થયું તેની તમારા પત્રથી જાણ થઈ. અબોલારાણીનો હફતો પણ મળ્યો. હું મુંબઈથી આવ્યો ત્યારે થોડોક કફ લઈને આવેલો. તે પછી પાંચ અઠવાડિયાની ટપાલના ઢગલાનો નિકાલ કરવામાં પડેલો. દરમિયાન રાજય સરકાર તરફથી ટૂંકી મુદતમાં જ (૨ ડિસેમ્બર) પુરસ્કાર પ્રદાનનો કાર્યક્રમ ગાંધીનગર રાખ્યો હોવાની અને તે સંબંધે પોતા વિશે માહિતી વગેરે મોકલવાની ઝંઝટમાં પડ્યો. આથી ઉપચાર પરિણામકારી રહ્યો. હવે કેમ છે – એ પુછાવી નથી શક્યો તો ક્ષમધ્વમ્. કુંદનિકા બહેનનો પત્ર, તથા હમણાં નંદિગ્રામનો અહેવાલ પણ મળ્યો. રમણભાઈને હફતો પહોંચી ગયો છે. તેઓ તમારા સ્વાથ્ય વિશે પુછાવવાના હતા. તમે નરમ તબિયતે પણ આ હફતો તૈયાર કર્યો તેથી પરિશ્રમ પડ્યો હશે. હવે સ્વસ્થ થાઓ પછી જ બાકીનો હફતો તૈયાર કરશો. એક—બે અંકનો વચ્ચે ગાળો પડે તેમાં કશો જ વાંધો નથી.
હ. ભાયાણીના નમસ્કાર
ગુજરાત રાજ્યનો ૧૯૯૪નો ગૌરવ પુરસ્કાર, સાહિત્ય ક્ષેત્ર માટે આપવામાં આવેલો “નરસિંહ મહેતા પુરસ્કાર' તા. ૨-૧૨-૯૪ના ડૉ. ભાયાણીને આપવામાં
આવેલો. સેતુબંધ
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org