Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૭૬)
તા. ૨૮–૧૨–૦૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
તમને જવાબ આપવામાં ઝોળો પડી ગયો. તમારા બંને પો.કા.મળ્યાં હતાં. અમદાવાદ પહોંચીને લખેલું ઇન્વેન્ડ પણ મળેલું, તમે બહારગામ જાઓ છો ત્યારે “કફ પરડ’ શરૂ થઈ જતી લાગે છે. આ વખતે કવાયત આકરી નહીં હોય ને બિના–એન્ટીબાયોટિક કફ રફફચકર થઈ ગયો હશે. “પુરસ્કાર પ્રદાન નો કાર્યક્રમ સરસ–રીતે ઉજવાઈ ગયો હશે. મારા મોડાં મોડાં યે- પણ લગીરેય થોડાં નહીં એવા અભિનંદન. એકાંત ખૂણે, આંખનાં રતન બાળીને કામ કર્યું હોય તે પુરસ્કૃત થાય તેનો આનંદ વિશેષ તો એ કારણે કે તેનાથી લોકો આવા કાર્યની મહત્તા સમજે, સત્કાર અને નવી પેઢીને પ્રોત્સાહન મળે.
મારી તબિયત એકંદર સારી. પણ પેલી દંત-કણિકા નવી દંતકથા રચી જશે એમ લાગે છે. મુંબઈમાં ડેન્ટિસ્ટે નવું ડેન્ચર કરાવવું જરૂરી ગણ્યું. જૂનું ડેન્ચર ચડાવ્યું ત્યારે મારા મિત્રે લખ્યું હતું કે “આપણે કોઈ ચોકઠામાં આવી શકીએ એમ નથી પણ તમારા મોંમાં ચોકઠું આવ્યું છે તો તેને સાચવજો.' મારો વિચાર આવતી ૧૫મી લગભગ મુંબઈ જવાનો છે. પછી તો રામજીની ઇચ્છા.
અબોલા રાણી’ ચોથી આંતર–કથા પછી વળી ચૂપ થઈ ગયાં. પણ હવે મૂળ કથાનો દોર મનમાં છે તે સંચે ચડાવીશ ને આવડે તેવું સીવી આપીશ. હજી ઉદેશ મળ્યું નથી એટલે એય ક્યાંક ઢીલમાં હશે કે ટપાલવાળાની બલિહારી. અહીં વાતાવરણ શાંત છે. હસવું કે રડવું તેની ખબર નથી પડતી. ખેપાની જુવાનનો બાપ આવી કહે, “મારા દીકરાને પોલીસ પાસે પકડાવી દો. મનેય મારે છે ને ખાવા નથી દેતો'. બાપાને ખવરાવી, સમજાવી શાંત પાડ્યા. અહીં દારૂ અને દળદરનું સામ્રાજ્ય છે. ક્યાંક જીવ બળે છે ને ખંધા રાજકારણીઓ તો હોળી ખડકવાનું જ જાણે છે. ઈશ્વર સારપને સહાય કરે જ છે, એ મોટો સધિયારો છે. એનો આનંદ.
સૌરાષ્ટ્રના કેટલાક મિત્રો લોકગીતો ને ભજનોના ભંડાર જેવા છે. અહીં આઠેક દિવસ સાથે રહેવા આવવા માગે છે. તારીખ નક્કી નથી. પણ એ અગાઉ સમય મળે એ રીતે તમને આવવા માટે લખું તો આવી શકો ખરા ? ૧૦૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org