Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મકરંદભાઈ,
લાંબે વખતે પત્રપ્રસાદી મળી, અક્ષરો જોયા. શરીરનો અસહકાર હોવા છતાં તમારું પ્રાણબળ તમને જંપવા દે તેમ નથી. તોપણ બનતી બધી સંભાળ લેશો. વર્ષોનાં સેવન, સાધના, અનુભવ પછી કાર્યનાં નવનવાં ક્ષેત્રો હાથવગાં થતાં હોય છે, પણ ત્યારે શારીરિક શક્તિનાં વળતાં પાણી થયાં હોય છે. હું સલાહ તો આપવા બેસું છું, પણ હુંયે બાથમાં સમાવી શકું તેના કરતાં ચારપાંચ ગણું પકડી બેઠો છું – દરરોજ થોડુંક ઓછું કરવાનો સંકલ્પ રાતે કરું છું અને દિવસે તોડું છું. કોઈક માણેકબાવો પાછળ પડ્યો છે !
(૪૨)
તમે પરંપરાગત કથાઓના, લોકકથાઓના ગૂઢ અર્થઘટનની વાત છેડીને મારી પંડિતાઈને ઉશ્કેરી ! નીચેનું કેટલુંક તો તમે સારી રીતે જાણતા હશો જ, પણ વિચારને વક્તવ્યને કડીબદ્ધ કરવાની દૃષ્ટિએ મૂકું છું તો સહી—ચલાવી લેશો.
-
૬૪
અમદાવાદ
તા. ૫ ૨૯૪
(૧) ૧. વૈદિક સૂક્તો, દેવો વગેરેનો ગૂઢાર્થ દર્શાવતા શ્રી અરવિંદ, વાસુદેવ શરણ અગ્રવાલ વ.એ પ્રયાસો કર્યા છે. ૨. વૈદિક બ્રાહ્મણ ગ્રંથોનું વચન : ‘પરોક્ષપ્રિયા વૈ દેવાઃ.’ ૩. ‘મહાભારત’ એ દૈવી—આસુરી બળોના સંઘર્ષનું રૂપક હોવાનું કેટલાકે ઘટાવ્યું છે. ૪. ‘ગીતગોવિંદ'નું ઉત્કટ શૃંગારિક નિરૂપણ (વિદ્યાપતિ વગેરેમાં પણ) ગૂઢાર્થને અનિવાર્ય બનાવે એવા સંકેતવાળું નથી. ‘ભાગવત’- રાસલીલા પણ શૃંગારપ્રધાન (તેની ઉત્તરકાલીન પરંપરામાં પણ) છે, તો પણ ગોપી—ગીતમાં ‘ન ખલુ ગોપિકાનંદનો ભવાન્ અખિલ–દેહિનામન્તરાત્મટ્ઠક્' એમાં ગૂઢાર્થનો સંકેત સ્પષ્ટ છે. તેવું જ વૈદિક સૂક્ત ‘દ્વા સુપર્ણા’નું પણ. ૫. જૈન આગમગ્રંથ ‘નાયાધમ્મકહા’ની કથાઓ સ્પષ્ટપણે લૌકિક–સાંસારિક છે, પરંતુ અંતભાગે તેમને ‘દૃષ્ટાન્ત' ગણી, ‘દૃષ્ટાન્ત’ અને ‘દાર્ણાન્તિક'નો સંબંધ જોડેલો છે. (‘ઉપનય’), અને સાધુજીવનપરક અર્થ કરેલ છે. ૬. સૂફી પ્રેમાખ્યાનક કાવ્ય (‘પદ્માવત’ વગેરેમાં) સમગ્ર નિરૂપણ ઐહિક છે, પણ અંતે રૂપકાત્મક અર્થઘટન આપેલું છે. જો કે જે સ્પષ્ટપણે રૂપકાત્મક
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org