Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૪૮)
આત્મીય ભાઈ,
આ જૈન મુનિઓના કુંડાળામાં પગ પડી ગયો ત્યારથી મારે જ વારંવાર ‘મિથ્યા મે દુષ્કૃતમ્’ કરવાનો વારો આવ્યો છે. પહેલે પગલે જ વિઘ્ન એ કોણ ટાળે ? ‘અબોલા રાણી'ને બોલતી કરવા બેઠો : મારી પાસે સંપાદિત ‘બત્રીસ પૂતળીની વારતા.’ મને એમ કે અભ્યાસી જણ છે એટલે શામળની વારતા સાંગોપાંગ ઉતારી હશે. પણ મૂળ જોઈ જવાની ટેવ. પાસે મૂળ નહીં પણ ફાર્બસ સભાએ હસ્તલિખિત પુસ્તકોની સૂચી તૈયાર કરી છે તેમાં નજર કરી. આરંભ ને અંતની મૂળ થોડી પંક્તિઓ ને કથાસાર. સને ૧૯૨૯નું કામ પણ કેવું પાયાનું ! નક્કર, નમૂનેદાર. તેમાં તો અબોલા રાણી ને પૂતળી ચિત્રાંગદાનો નંબર છઠ્ઠો. ૭મો નંબર આપે છે. આમ કેમ ? પહેલી હરણની વારતા બીજે નંબરે, છેલ્લે ૩૨મી વારતા સૂચીમાં ‘મડા પચીશી’ની તો
ની વારતા ‘સ્ત્રી` ચિરત્રની' એ સૂચીમાં ૨૯મી છે. આમ મૂળની વારતામાં ફેરફાર કરાય કે શામળને બદલે બીજા કોઈની વારતા માંડી ? હવે મૂળ પાસે ને મૂળ સાથે સંપાદન મેળ ખાય તેને પકડવાનું પોલીસ દફતરે રહ્યું. શું કરવું ?
Jain Education International
તમારું પોસ્ટકાર્ડ આજે મળ્યું. તેમાં ‘વિદ્યાવ્યાસંગીને પ્રેરે' એવું કાંઈક તમને લાગ્યું ત્યારે એ અંગે જ મારું દુઃખ ગાઈ લઉં. ..........ભાઈને અભ્યાસી તરીકે માનીને ચાલું. અને તમને, શરીર કામ ન કરતું હોય તો ય હાથ આપવા મનને મનાવું. તેમણે ‘અખાના છપ્પા’નું સંપાદન કર્યું છે. મને સૂચના માટે ફર્મા મોકલ્યા. મેં ફર્માનાં પાનાં પર જ હાંસિયામાં, ઉપરનીચે જગ્યા મળી ત્યાં સૂચનો લખી મોક્લ્યાં. આ અર્થઘટનમાં સહાય કરવા માટે તેમણે પ્રસ્તાવનામાં ઉલ્લેખ કર્યો છે પણ જે સૂચનો કર્યાં તેનો કેવોક ઉપયોગ કર્યો કે ન કર્યો, સૂચનો કયા છપ્પા માટે હતા, કયા શબ્દો માટે, કશું એ અંગે સ્પષ્ટીકરણ નહીં. પોતાને સ્વીકાર્ય ન હોય તે સૂચનો જરૂર ન સ્વીકારાય પણ અભ્યાસી કે વિદ્યાર્થી માટે તે નોંધવાં તો જોઈએ જ્યારે સામેથી માગ્યાં છે ત્યારે. એક સૂચન અત્યારે યાદ આવે છે. છપ્પો ૨૪૦, પંક્તિ : ‘યમ વેસું માર્યું ન ભૂલે ભોંય’– મેં લખેલું કે વેજું કે વેજું એટલે નિશાન. તેમણે ઘોરખોદિયું અર્થ આપ્યો છે તે
૭૪
સેતુબંધ
-
૧૦ મે ૧૯૯૪ નંદિગ્રામ
For Private & Personal Use Only
www.jainelibrary.org