Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૫૭)
તા. ૮––૯૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
આ પત્ર જરા ઉતાવળે ને દાઢ વચ્ચે દબાઈને લખું છું. ખાસ તો તમે જે મથાળું બાંધ્યું એ જ રાખવા માટે અને રમણભાઈને સવેળા મળે એ માટે આ વળતી ટપાલ. “અબોલા-રાણીની કથાનો મર્મ (પહેલી આંતર કથા)” બરાબ્બર જાય છે. ક્યાંક “મરમ વિંધાણા જેનાં એ ભજનવાણીને જીવતી રાખનારા જડે તો સારું.
મારે ઉપરની દાઢમાં કણી હતી તે કઢાવવા ગયા. ડેન્ટિસ્ટને કણી નહીં લીધી હોય તે ઉપરની દાઢ જ છોલી કાઢી ને વળી હાડકાં સરખાં કરવાં દાઢ ઘસી યે નાખી. મુંબઈના રસ્તાનું સમારકામ ચાલે છે. અત્યારે તો આપણા વડા ડેન્ટિસ્ટ હનુમાનજી (‘તારા દાંત પાડે...) તથા પીડાશામક દવાને શરણે છું. પેલા વર્ડઝ–વર્ષે કહેલું, તમે Kindred soul of heaven and home.” ચંડોળે આકાશમાં ઊડવું ને માળો પણ સંભાળવો- એ સમતોલિયું સારું છે. ક્રોમવેલનો dall Glee Hix: Trust in God and keep your powder dry.'- 241 જ વાત. જીવનનું જુદ્ધ આમ બે મોરચે સંભાળે તે કદાચ જીતે નહીં પણ અચ્છી રીતે જીવી જાય.
ચાલો, દોઢ દાઢપણું બંધ કરું. તમારી વડોદરાની ખેપ સારી ગઈ તેથી આનંદ. હા, અબોલાની બીજી વાર્તા અરધી રફ લખાઈ ગઈ. સારી નકલ સાથે શરૂ જ કરી. ત્યાં દાઢ વળગી. પણ એ ક્યાં લગી ? - તમને લેખ પસંદ પડ્યો એટલે મને ઘણી જ નિર્ભયતા ને નિશ્ચિતતા. વળી એક મારા મનની કહેવત : Diffidence of knowledge is better than audcity of ignorance.
સ્નેહધન્ય મકરન્દ
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org