Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૬૦)
અમદાવાદ
તા. ૨૧-૭૯૪ મકરન્દભાઈ,
“અબોલા’ની બીજી પેટાવાર્તા મળી ગઈ અને સિબ. પણ. તેની આ માત્ર રસીદ, હવે વાંચી જઈશ. શિવ-પાર્વતી વાળા મુક્તકની ભાળ મેળવી– એમ ભલે વાણિયો, પણ મૂછ નીચી થવા દઉં ખરો? મૂળ તો એ છે સાતવાહન -હાલના “ગાથા-સપ્તશતી’ કે ‘ગાહકોસ'માંની પ્રાકૃત ગાથા, ક્રમાંક : પાંચમું શતક, પંચાવનમી ગાથા. પાઠ નીચે પ્રમાણે :
રઇ–કેલિ–હિઅણિએસણ-કર–કિસલઅ-રુદ્ધ–ણઅણ–જુઅલસ્સ | રુદ્દસ્ય તદઅણઅણું પવૅઈ–પરિચુંબિએ જઅઈ ||. રતિ-કેલિ–હત-નિવસન–કર—કિસલય-રુદ્ધ-નયન યુગલસ્ય ! રુદ્રસ્ય તૃતીય–નયને પાર્વતી-પરિચુંબિત જયતિ ||
હેમચંદ્રાચાર્યે “કાવ્યાનુશાસન'માં શબ્દની વક્રતા (રમ્યતા, ઘોતકતા)ના ઉદાહરણ તરીકે આ ગાથા ટાંકીને કહ્યું છે કે અહીં “જયતિ' શબ્દ ઘણો સૂચક છે, તેને સ્થાને કવિએ પ્રાકૃત ‘સહઈ – “શોભતે નથી મૂક્યો, નહીં તો ધ્વનિ નબળો પડત. તમે દાદીમાની કહેવત મોકલતા રહેવા લખ્યું છે. તો હમણાં જાણ્યું કે જે બોધ વ્યક્ત કરવા સંસ્કૃત કવિએ આખો અનુષ્ટ્રભુ વાપર્યોपुस्तके या स्थिता विद्या, परहस्तगतं धनम् ।
................ / (શ્લોક નોંધ્યો છે, પણ તરત હાથવગો નથી), તે કહેવતકારે ચાર જ શબ્દોમાં ગૂંથી લીધો છે : ભાઈ, “ગરથ ગાંઠે, ને વદ્યા પાઠે' ! તમે સાંભળી જ હશે. દાંતે શાતા હશે. (આંતરદેશીય લખ્યું હોત તો ઠીક રહેત – પછીથી થયું.)
હ. ભા. ના નમસ્કાર
૧. ઋાર્યાને સમુqને, ન સાં વિદ્યા ન ત ધનમ્ | સેતુબંધ
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org