Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મકરંદભાઈ,
(૫૬)
(૧)
‘હમણાં જે એક સંદર્ભ મારા જોવામાં આવ્યો તે તમારી જાણમાં કદાચ ન હોય એમ માની લઈને લખું છું – જેથી તમારા ચાલુ પ્રયાસમાં તે કશોક લેખે લાગે તો. અભિનવગુપ્તના ‘તન્ત્રાલોક’ના ત્રીજા આહ્નિકને અંતે (દ્વિવેદી–રસ્તોગી સંપાદિત, ૧૯૮૭, ગ્રંથ બીજો, પૃ. ૫૭૭-૫૮૪) પશ્યતી, મધ્યમા અને વૈખરી એ પ્રત્યેકના સ્થૂલ, સૂક્ષ્મ અને ૫૨ એવા ત્રણ પ્રકાર ગણાવ્યા છે અને તેમનું સ્વરૂપ વર્ણવ્યું છે.
(૨)
આ પત્ર બપોરે લખ્યા પછી તમારો લેખ વાંચી ગયો. દાદીમાની કહેવત : ‘કાનબાઈના કાંત્યામાં કાંઈ ફોદા હોય ?' માત્ર એટલું જ નહીં, યૌગિક–આધ્યાત્મિક પરંપરાનું તમે જે અંતઃસ્ફૂર્ત અનુસંધાન વ્યવહારની, સાહિત્યની, અંતરની વાણી સાથે કરી બતાવ્યું છે, તે, જેને કથાનો માત્ર સ્થૂળ સ્વાદ રુચતો હોય તેને માટે પણ એક અમૂલ્ય ખજાનો ખોલી આપે છે, અને અગમનિગમની અગમ્ય લાગતી પરિભાષા હસ્તામલકવત્ કરી આપે છે. પ્રસાદ અને અર્થવ્યક્તિ ગુણ પણ તમને તો હસ્તગત છે.
અબોલા–રાણીની કથાનો મર્મ (પહેલી આંત૨ કથા)
અમદાવાદ
તા. ૪૭૮૪
એવું શીર્ષક રાખો તો ? અનેક વિવિધ સ્તરોના સમન્વય તમારી Forte છે. (integration, syntheses) .
૮૬
(૩) રાત્રે રમણભાઈ સાથે વાત થઈ. જરૂર ‘ઉદ્દેશ'માં પ્રકાશિત કરશે. મુંબઈથી ૧૦મીએ પાછા આવશે. ૧૨મીએ તેમને લેખ મોકલી આપીશ.
હ. ભાયાણી
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org