Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
બરાબર નથી ને ખેંચી તાણીને બેસાડ્યો છે. આ સુચન માટે મેં, આ અર્થ મનમાન્યો નથી, પણ બીજાં ભજનોમાં સ્પષ્ટપણે આ અર્થ નીકળે છે તેના દાખલા પણ સાથે આપેલા. દા.ત.
વેજું વસુધાનું જેવું કોઈ કરે, તેની ચોટ ખાલી કેમ ઠરે ?
(નિષ્કુળાનંદ, ભક્ત ચિંતામણી પ્ર. ૧૦૫, કડી ૪૬–૪૭) જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ. (હરિબળગીતા- કડવું ૪) અરે, કબીરનો એક દોહરો પણ ટાંકેલો. તકત તકાવત તકિ રહે,સકે ન બેઝા મારી,
સર્બ તીર ખાલી પરે, ચલે કમાની ડારી.
આથી વધુ સ્પષ્ટતા શી જોઈએ ? પણ તેમણે, આ વસ્તુનો ક્યાંયે ઉલ્લેખ ન કર્યો ને પેલું “ઘોરખોદિયું જ રાખ્યું. નવીનતા કે મૌલિકતા દર્શાવવા માટે હશે? પણ આ માટે તો બિચારા વિદ્યાર્થીની જ ઘોર ખોદાય. વિદ્યાવ્યાસંગની કોની પાસેથી આશા રાખીશું? મારી પોતાની ભૂલ ન થાય એમ નહીં. ક્યાંક વાસીદામાં સાંબેલું યે જાય. પણ એ કબૂલ કરવા માટે માત્ર તૈયાર જ નહીં, ખુશખુશ થવું જોઈએ. એ બતાવનારને “જિયો જિયો' કહી બિરદાવવા જ જોઈએ ને? પણ ભાઈ, જેને વિદ્યા, શુદ્ધ વિદ્યાનો જ વ્યાસંગ ને જરાક આઘીપાછી થાય તો “અસંગરો' લાગે, એવા કેટલા ? મરાઠી વિદ્વાનોનાં પુસ્તકો જોઉં છું, તો તેમની અભ્યાસનિષ્ઠા અને અભ્યાસક્રુષ્ટિ જોઈ ચરણવંદના કરવાનું મન થાય છે. ગુજરાતી માટે ક્યાંક તમ સમાં અપવાદને જોઈ આનંદું ને બાકી હૈયું રડે છે. આ મારી પીડાની પોઠ પણ તમારે આંગણે ઠાલવું છું.
અબોલા રાણીને બોલાવવા બેઠો ત્યાં મારે ભાગે જ આટલું બોલવાનું આવ્યું. મારા મનમાં પડેલી સામગ્રીથી મહેલ ચણવા માંડ્યો ત્યાં પાયો જ કાચો નીકળ્યો. પણ નવો પાયો નાખનારા આવશે. ભારત પાઠક અહીં છે, સુભાષ દવેનો પત્ર છે કે તે ૨૫મી મે આસપાસ આવશે. આ જૈન મુનિઓનું વૃન્દ કથાનાં ફ્લેવરોનો સવેળા ઉદ્ધાર થાય અને મારો એમાંથી મોક્ષ થાય એવા આશીર્વાદ વરસાવે તો સારું. કુશળ હશો.
મકરન્દના વંદન સેતુબંધ
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org