Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૪૭)
અમદાવાદ
તા. ૩–૫–૯૪ મકરન્દભાઈ,
- રમણભાઈએ તમે તેમને લખેલા પત્રની મને જાણ કરી.જો પહેલેથી તમારી સંમતિ માગી હોત તો તમારા ખુલાસામાં જે સરસ વિચાર રજૂ થયો છે– મહાકાવ્યો વગેરેના વાચન-સત્રોનો તે ક્યારે મળત ? તમારી ટીકા અને તેની પાછળના આશય વિશે થોડોક સમજદાર હોય તે પણ ગેરસમજ ન કરે. ને કોઈ બાળકબુદ્ધિ કરે તો “નંદો, વંદો, ભજો, તજો' તેમાં કવિતાને શું ? તમે અલિપ્ત જ છો. જેને હોહા કરી પ્રસિદ્ધિ મેળવવી છે એને બહાનું શોધવા ક્યાં જવું પડે છે? મારો અને રમણભાઈનો આશય વિદ્યાવ્યાસંગીને પ્રેરે એવું તમારા પત્રોમાં જે છે તે વાચકના ધ્યાન પર લાવવાનો જ હતો. જાણ્યે-અજાણ્યે તમને દુભવ્યા હોય તો “મિથ્યા મે દુષ્કૃતમ્”– આમ તો હું જૈન પણ છું !
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org