Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૪૩)
૨૪-૨-૯૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
કોઈ ઘરડોખખ ખલાસી સાત સમંદરની ખેપ કરીને હજી ઘર આંગણે, બારામાં વહાણ નાંગરે ત્યાં જ એને કોઈ “રત્નાકર સાગરભર્યો રતન તણાતાં જાય'ની વારતા કહે ત્યાં મણિનો બેટ અને નવલખ મોતી જાણે તારામંડળ ઊતરી આવ્યું હોય એનાં વર્ણન માંડે તો એની દશા કેવી થાય? આ જૈન મુનિઓની કથાઓ આવું જ કાંઈક કામણ કરી ગઈ ને મારામાં રહેલો ખલાસી ઘરમાં નિરાંતે નીંદર માણવાને બદલે સાગર વાટે નીકળી પડ્યો છે. તમને તો માણેક જોગી રાતે સૂવા દે છે, મને બાબરો ભૂત વળગ્યો છે. પણ દાદીમા કહેતાં તેમ ‘ભાઈ, દેઈ રખતો ધરમ કરવો' એ મંત્ર જપતો રહું છું ને ધપતો રહું છું.
અત્યારે (૧) જયવંતસૂરિની શૃંગારમંજરી - શીલવતી ચરિત્ર (૨) ઉદયભાનુની ‘વિક્રમચરિત્ર' (૩) “માધવાનળ કામકંડલા કથા- આમ ત્રણ કથાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલી બે કથાઓ મળી શકે એમ છે. ત્રીજી માટે તપાસ કરું છું. તમે આ ત્રણેની ખરી વાચના ક્યાંથી મળે તે વિશે સૂચવી શકો? ભરત પાઠક અને સુભાષ દવે મદદ કરવા આવશે. માધવાનળ-કથા વિશે તો મોતીચંદ્ર + ઉમાકાન્ત પી. શાહ સંપાદિત "New Documents of Jain Artની પ્રસ્તાવનામાં ઉલ્લેખ જ વાંચ્યો છે. પણ આ કથા બત્રીસ પૂતળીની વાર્તામાં આવે છે ને મનમાં વસી ગઈ છે. તેના પરથી ઉત્પલ તો નાટક રચી શકે. આપણો એક pygmaition જીવતો થાય એવી કથાવસ્તુ છે. સમગ્ર જીવનથી અધ્યાત્મને વિખૂટું પાડી આપણે જીવનનો રસ તો ગુમાવ્યો પણ એથીયે વધુ જીવતું મોત નોતર્યું. ખેર, ધીમે ધીમે ફરી પ્રાણસંચાર થશે. તમે પ્રાકૃત અપભ્રંશમાંથી જે “કાવ્યદોહન' કરો છો તેનું પઠન થવું જોઈએ. આવડી મોટી સાહિત્ય પરિષદ અને બીજી સાંસ્કૃતિક સંસ્થાઓ, પણ દૈવતને નામે મોટું ૦. જવા દો, મેં તો અંગત રાગદ્વેષ ને સાઠમારી જઈ, સાંભળી, ત્યારથી જ રામરામ કરી આઘો ખસી ગયો. વિદ્યારસ અને સાથે ઉપાસનાનું અમૃત મળ્યું. એનો આનંદ છે.... - હવે પેલી કથાઓનો કોથળો તમારા માથે. કુશળ ?
– મકરન્દ સેતુબંધ
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org