Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૪૫)
અમદાવાદ
તા. ૧૩-૪-૯૪ મકરન્દભાઈ,
બંને પત્ર મળ્યા. તમારું ગત જન્મનું કોઈ દુષ્કર્મ તમને નડ્યું ને તમારી સાથે ........ ભટકાયા ! .......... ઘણાં વરસથી સાહિત્યિક
અપ્રામાણિકતા' કરતા આવ્યા છે. ઘણાને તેનો અનુભવ છે જેમાં છેલ્લા (કમ કહી શકાય ? હજી બીજાઓ પણ ઝડપાય !) એમની ઝપટમાં તમે આવ્યા. પણ એ લાંબા ઇતિહાસથી અને નિંદારસથી અલમ્. આપણા કામની વાત : ફાર્બસ ગુ.સભા તરફથી પ્રકાશિત (૧૯૨૭), અંબાલાલ જાની વડે સંપાદિત શામળભટ્ટની ‘સિંબ.' (સિંહાસનબત્રીસી)માં “અબોલારાણી'નો ક્રમાંક છઠ્ઠો છે. જાનીવાળી આવૃત્તિ અપ્રાપ્ય છે. તે ફરી છપાવવા ગુજ. સાહિ. અકા. પાસે આર્થિક સહાય માગી છે. એ તો થાય ત્યારે. ફાર્બસના પુસ્તકાલય વાળી નકલ હાલ મારી પાસે છે. મેં ૧૯૮૮માં ‘ઝગમગ'માં “અબોલારાણીનું (એ “ચઉબોલા' પણ કહેવાય છે) મૂળાનુસારી ગદ્ય રૂપાંતર પ્રકાશિત કરેલું, તેની ટાઇપ-કોપી મારી પાસે છે. તેનો પ્રમાણભૂત સાર મેં સંપાદિત કરેલ “મધ્યકાલીન ગુજરાતી કથાકોશ'માં (પૃ. ૫–૭) અને તેમાં જ તેની સમાંતર કથાઓનો નિર્દેશ કરેલ છે. (પૃ. ૩પ૨). “સિંહાસનબત્રીશી'ની ૧૬મી ‘કાષ્ઠનો ઘોડો’ એ વાર્તામાં પણ ત્રીયારાજયની પુરુષ-ષિણી ઇંદુમતીને ચાર પ્રહર સુધી કાઇના ઘોડાની કથા કહીને ચાર પરદા છોડાવે છે. મેં કરેલા રૂપાંતરની નકલ અને “મધ્યકાલીન કથાકોશ'ની ભેટ નકલ, જો ભરતભાઈ હમણાં અહીં આવવાના હોય તો તેમની સાથે કે બીજા કોઈ સાથે, નહીં તો પછી ટપાલ દ્વારા તમને મોકલું. જણાવશો. બીજું, હમણાં “મધ્યમા' સુધી જ અર્થઘટન રાખવું, “પશ્યતી’ ‘પરાવાળું આગે આગે નહીં તો શ્રમ ઘણો પહોંચશે. જે કરો તે હળવે હૈયે, હળવે હાથે, સ્વાથ્ય જાળવીને જ કરશો. સંદર્ભો પણ આવશ્યક હોય તેટલા જ જોશો.
કથાકોશ'માં શામળની સિંહાસન બત્રીશી મુખ્ય કથાની રૂપરેખા અને ૩૨ કથાઓનાં નામો અને ક્રમ પૃ. ૩૩૦-૩૩ર ઉપર આપેલ છે. “સ્ત્રીચરિત્ર' ૨૯મી જ છે. •
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org