Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
alliyorical રચનાઓ છે (ઉપમિતિભવ–પ્રપંચા કથા’, ‘પ્રબોધચંદ્રોદય’, વગેરે સેંકડો– Pilgrim's Proyren) તેમનાથી ઉપરોક્ત કથા–કાવ્યોની રચનાનું સ્વરૂપ આમ તો સ્પષ્ટપણે ભિન્ન હોય છે. ૭. પશ્ચિમમાં બાઈબલના અર્થઘટનની પરંપરામાં શબ્દાર્થ, રૂપકાત્મક અર્થ અને નૈતિક અર્થ ઉપરાંત અંતિમ ‘આધ્યાત્મિક' અર્થ anagogic interpretation કરવાની એક પરંપરા છે.
(૨) એક છેડે એવો પક્ષ કે કૃતિનો એક અને અનન્ય અર્થ હોય છે તો બીજી તરફ સામે છેડે text is open – દેશકાળ અને વ્યક્તિ અનુસાર વિવિધ અર્થો માટે અવકાશ હોય છે – ‘વ્યંજના’નું ક્ષેત્ર અબાધિત અને અંતે તો અનિર્વચનીય હોય છે – એવો પક્ષ. અત્યારે તો પશ્ચિમના કાવ્યવિચારમાં પણ reader's text ની બોલબાલા છે. તમને મધ્યકાલીન પદોની જેમ કથા—લોકકથામાં ગૂઢાર્થ કળાય તો તે જરૂર અધિકારથી બતાવી શકાય. તેનાથી તેના ભાવનમાં એક પરિમાણ એક ‘આયામ’ ઉમેરાય છે. છતાં પણ એ તદ્દન યાદૈચ્છિક, આત્મલક્ષી ન લાગે અને કેટલોક આધાર કૃતિની રચનામાંથી મળે— બતાવી શકાય તો તે પ્રતીતિકર બને. creative writing જેમ Creative reading – વિવિધ અર્થમાં હોય.
ન
(3)
આમ તો ઉદયભાનુ પાસે ‘વિક્રમચરિત્ર’ની કથાની પૂર્વપરંપરા હતી જ. એ કથામાં મળતા tale-motifs (કથાઘટકો) પણ પૂર્વવર્તી સંખ્યાબંધ કથાઓમાં (અને ઉત્તરકાલીન ભારતીય તેમજ વિદેશી કથાસાહિત્યમાં) મળી આવે. પણ પશ્ચિમમાં જગતની લોકકથાઓના અધ્યયનની અર્વાચીન પરંપરામાં પણ અર્થઘટનના વિવિધ અભિગમો છે. (જેમકે મનોવૈજ્ઞાનિક કે મનોવૈશ્લેષણિક— ઇડિપસ—ગ્રંથિ પર આધારિત, સંરચનાવાદી વગેરે). એટલે અભિધા, લક્ષણા અને વ્યંજના ઉપરાંત (કે છેલ્લીના જ એક ભાગરૂપે) અર્થ કરવાની સાર્વત્રિક પરંપરા છે. આ સાથે જુદા સંદર્ભમાં વર્ણમાળાના વર્ણોનો પ્રતીકાત્મક અર્થ (‘પ્રત્યભિજ્ઞાદર્શન' વગેરેમાં)– એટલે કે મંત્ર-યંત્ર સાહિત્યની પરંપરા જોડાઈ જાય છે એમ કહી શકાય— તિબત્તી બૌદ્ધ સાહિત્યમાં પણ તે વિકસી છે.
અમે પ્રકાશિત કરેલા મધ્યકાલીન ગુજરાતી ‘કથાકોશ’માં ઉદયભાનુની તથા શામળની ‘વિક્રમચરિત્ર' વાર્તાનો સાર આપેલ છે.
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org