Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૪૧)
૧-૨-૯૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
મારા ઘોડાને અવસ્થા વરતાય છે. વહેલો થાકી જાય છે ને વધારે બોજો ઊંચકી શકતો નથી. પણ નવી ક્ષિતિજ ઊઘડતી દેખાય એટલે એને પાંખો ફૂટે છે. આવું જ હમણાં થયું. જયંત કોઠારી સંપાદિત “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય' પ્રદ્યુમ્નવિજયજી તરફથી મળ્યું. અને આ કથાઓમાં પડેલાં ઇંગિતો ચમકી ઊઠ્યાં. ઉદયભાનુ રચિત “વિક્રમચરિત્ર રાસ' મારી પાસે નથી પણ વિક્રમ અને બત્રીસપૂતળીની વારતા હું વાંચી ગયો છું. તેમાંથી કથાના બાહ્ય
ક્લેવરમાંથી જે અંદરનો પ્રાણ ધબકે છે તેની કાંઈક ઝાંખી થઈ છે. મારાથી આ વિશે કેટલુંક થઈ શકશે તેની ખબર નથી. પણ સુભાષ દવેને મેં પત્ર લખ્યો છે. ને કથાના મૂળમાં જવા માટે સહભાગી થવા નોતરું આપ્યું છે. આ મધ્યકાલીન કથાઓ મધ્યકાલીન વાવ જેવી લાગે છે. તેના દરેક સ્તર ને વિસામા પર ઘણાં શિલ્પ કંડારેલાં મળે પણ ત્યાં જ થોભી ગયા તો ઊંડરાં જળ સુધી પહોંચી ન શકાય. અને વાવમાં ઊતરીને ખાલી ઘડે પાછું ફરવું એ તો આપણી જ હાણ ને હસી.
શું કરી શકાય ? મારું મન લોકકથામાંથી પણ અધ્યાત્મનું જ ગાણું ગાય છે ને મનમાન્યા અર્થો તારવે છે એવું નથી. વિક્રમની કથામાં આવે છે એવી જ કથા મેં સૂફીઓની કથામાંયે વાંચી છે બરાબર એ જ કથાનો નમૂનો. આવા croos references અને તાળા મેળવીએ તો જ મર્મ પકડાય. તમે જૈન સાહિત્યની પ્રસ્તાવનામાં આ કથાઓના પ્રયોજનમાં વ્યાવહારિક તેમ ઉચ્ચતર સાધવાની દૃષ્ટિ રહી છે તે યોગ્ય દિશા ભણી આગળી ચીંધી છે. આ ઉચ્ચતર શું ? કેવી રીતે કથામાં પ્રગટે છે ? જૈન મુનિઓ લખે ત્યારે તો તેમની સાધનાના ભાગરૂપે ઉચ્ચતર પ્રવેશ્ય હોય તે આપણને પુરાણી વાવના જળભંડાર સુધી લઈ જાય છે. “ઉદયભાનું વિશે થોડું કામ કરવાની ઇચ્છા થાય છે. બ.ક.ઠા. સંપાદિત અને “અનામી'ની પ્રસ્તાવના તથા નોંધવાળું પુસ્તક મેં મંગાવ્યું છે. મારો ઘોડો તો અત્યારથી જ હણહણે છે. પણ કોઈ જોડીદારની સહાય મળે તો ખેંચવું ઓછું પડે એમ લાગે છે....
-મકરન્દ સેતુબંધ
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org