Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
છે. આઈએનટીના દામુભાઈ ઝવેરીએ કેટલાંક કેન્દ્રમાંથી સાહિત્યસામગ્રીની નોંધણી કરવાનું ભગવાનદાસને સોંપ્યું છે. હું મુંબઈ હતો ત્યારે ભગવાનદાસને લઈને માલતીબહેન ઝવેરી મને મળવા આવેલા, અને નોંધણીનું કામ ઠીક ચાલે છે કે કેમ તે બતાવ્યું, આ રીતે ઘણી લુપ્ત થવા માંડેલી સાંસ્કૃતિક સામગ્રી જાળવી લેવાનું થશે. તમે નિરંજને નોંધેલાં ભજનો વિશે બેચાર પૃષ્ઠ (જેટલાં વધારે તેટલી વધુ કમાણી !) લખી મોકલો તો ફાર્બસ ત્રૈમાસિકમાં નોંધાયેલ ભજનોની સૂચિ વગેરે સાથે તે પ્રસિદ્ધ કરી દઈએ. ભાઈ નિરંજનને અને નોંધાવનાર ભજનિકોને જે આપવાનું થયું હોય તથા કેસેટ વગેરેનો જે ખર્ચ થયો હોય તેનો કશો હિસાબકિતાબ મોકલવાની જરૂર ન હોય. જે કાંઈ બચ્યું હોય તેનો ઉપયોગ, હવે ફાર્બસ સભાનું માત્ર છઆઠ માસમાં નવેસરથી ગોઠવાઈ જાય તો તેમાં જરૂરી રકમ ઉમેરી કેટલાંક (આખાં ભજનો)ની કેસેટ તૈયાર કરાવી લેવાનું વિચારશું– વેપારી દૃષ્ટિએ નહીં, જાળવણી માટે, તમારી ત્યાંની પ્રવૃત્તિઓ રસપ્રદ રીતે ચાલતી રહે છે, તે શુભ સમાચાર ગણાય. મેં પ્રકાશિત કરેલ ત્રણ ધોળસંગ્રહમાંથી આઠદસ ધોળ મુંબઈના ભાઈ ઉદય મજમુદાર અને સુરેશ જોશીને કંઠે ગવરાવી કેસેટ તૈયાર કરવાની દિશામાં કેટલાક પ્રયાસ કર્યો છે. તૈયાર થયે તમને મોકલી આપીશ. તમે, કુંદનિકાબહેન કુશળ હશો.
હ, ભાયાણીના નમસ્કાર
૧. આવી કોઈ કેસેટ તૈયાર થયાનું જાણવા મળ્યું નથી. સેતુબંધ
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org