Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૩૩)
તા. ૨૯–૧–૯૨ મકરન્દભાઈ તથા કુન્દનિકાબહેન,
મારી ધારણા પ્રમાણે એકાદ માસમાં દાનની રકમ ફાર્બસ સભાને મળી જશે. એ અપેક્ષાએ આપણે દસ હજારના ખર્ચની મર્યાદામાં હાલ પૂરતી એક નાની યોજના નીચે પ્રમાણે કરીએ : ૧. (૧) તમે મોકલેલી સૂચિવાળાં પચાસેક ભજનો અને બીજાં તમે જે પસંદ
કરો તે પચાસ- એમ સો ભજનોની (આંકડાનું એવું કશું મહત્ત્વ નથી, થોડાંક ઓછાં હશે તો પણ વાંધો નહીં) કેસેટ (બે સેટ) તથા (૨) એ ભજનોનો પાઠ, ભજનકારના પરિચય અને બીજી જે યોગ્ય લાગે તે માહિતી કે મર્મદર્શન આપતી પ્રસ્તાવના સાથે તૈયાર કરાવવો. મારા ખ્યાલ પ્રમાણે એક કેસેટ પર સાતેક ભજનો (સાધારણ કડી પ્રમાણમાં) ઉતરે તો ૧૪–૧૫ કેસેટ જોઈએ. (૧) કેસેટનો ખર્ચ, (૨) ગાનારને આપવાના પરિશ્રમિકનો ખર્ચ (૩) રેકર્ડિંગનો ખર્ચ (૪) પુસ્તિકા (છ–સાત ફોર્મ)નો ખર્ચ– એટલું ૧૦ હજારમાં સમાઈ શકશે. ભજનના ગાનાર તરીકે ભાઈ નિરંજનને અથવા તમારા ધ્યાનમાં કોઈ અન્ય હોય તો તેને (કે બે-ત્રણ જણને) કહી શકાય. ખર્ચ ફાર્બસ સભા આપે. એક સેટ તમારે ત્યાં, એક ફા. સભામાં. પુસ્તિકાના બંને સંયુક્ત પ્રકાશક, વેચાણનો અર્થો હિસ્સો તમારા ટ્રસ્ટને મળે.
આ રીતનું આયોજન અને વ્યવહારુ લાગે છે. પણ આમાં જે કોઈ ફેરફાર કરવા, સૂચનો કરવા કે વિકલ્પો સૂચવવા યોગ્ય લાગે તે કરવાની પૂરી સ્વતંત્રતા તમને હોય જ. આ થોડુંક કામ પણ નક્કર રૂપે સમક્ષ આવશે, તો આગળના કામ માટે આર્થિક સહાય મળવાની સારી સંભાવના. એટલે આપણે અત્યારથી પહેલો, બીજો એમ તબક્કા વાર આયોજન કરવું ઠીક રહેશે. એટલે બીજા ભાગમાં લેવાનાં ભજનો અને આ ભાગમાં લેવાનાં ભજનો પરત્વે કશી ગોઠવણી (ભજનકાર, પ્રકાર, વિષય પ્રમાણે- કે તેમના વૈવિધ્ય પ્રમાણે) વિચારવી ઠીક લાગે તો જોશો. આમાં તમે (મકરન્દભાઈ) સહજભાવે જેટલો પરિશ્રમ લઈ શકો તેટલો જ લેશો. નરસિંહ વિશેની લેખમાળા તૈયાર કરવામાં વિક્ષેપ ન પડે ૫૨
સેતુબંધ
૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org