Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૩૨)
અમદાવાદ
તા. ૧૮-૧-૯૨ મકરન્દભાઈ,
હવે તમારું સ્વાથ્ય સારી રીતે સુધર્યું હશે અને પહેલાંની જેમ લેખનવાચન વ.ની ઈષ્ટ પ્રવૃત્તિ ચાલતી થઈ હશે.
આ પત્ર લખવાનું વિશેષ પ્રયોજન એ છે કે એક મિત્રે ફાર્બસ ગુ.સભાને આપણા પરંપરાગત સાહિત્યની જાળવણીના કામમાં ઉપયોગ કરવા માટે એક નાની રકમ આપવા ઇચ્છા બતાવી છે. મને એવો વિચાર આવ્યો કે તમે જે બેત્રણ વૃદ્ધ ભજનિકો પાસેથી ભજનો ધ્વનિમુદ્રિત કરેલાં છે, તેમાંથી ૩૦ કેસેટને ડુપ્લિકેટ કરવાનો પ્રબંધ થઈ શકે ખરો – તમારી પસંદગીની. તે અંગે જે ખર્ચ થાય તે અમે ઉઠાવીએ જ. તમારે ત્યાં આ કામ કરી આપે એવી સગવડ ન હોય તો સૂરતથી કોઈ અધ્યાપક–મિત્રને તમારે ત્યાં આવી આ કામ કરી આપવાની હું વિનંતી કરી જોઉં. એ પછી એ ભજનોનો પાઠ તૈયાર કરી પુસ્તિકારૂપે છપાવી શકાય. તમારા ભજનકેન્દ્ર અને ફ.ગુ.સભા તરફથી સંયુક્તપણે ખર્ચ સભા ઉઠાવી શકે. આ બાબતમાં બીજી કોઈ તમારી સલાહસૂચના હોય તો તે પણ અવશ્ય જણાવશો.
ભાઈ રાજયગુરુએ પારેખ ટ્રસ્ટની સહાયથી સૌરાષ્ટ્રમાંથી જે ભજનોની નોંધણી કરી, તેનો અહેવાલ ફા.ગુ.સભા સૈમાસિકના હમણાં પ્રકાશિત થયેલા અંકમાં આપ્યો છે. તેની એક નકલ તમને અલગ ટપાલથી મોકલું છું. કુંદનિકા બહેન કુશળ હશે.
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org