Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૩૮)
૮ જૂન ૧૯૯૩
નંદિગ્રામ આત્મીય ભાઈ,
ઘણા વખતે લખું છું. નંદિગ્રામનું વધતું કારભારું અને કાયાનું ઘટતું કૌવત એનાં કારણ. વાતું તો ઢગલાબંધ ભેળી થઈ છે. કેટલુંક જીવ જેવું થતું જાય છે તેનો આનંદ પણ ઊભરાય છે. આ સાથે ભગવાનદાસે ધ્વનિમુદ્રણ કરેલી અને તેની સ્ક્રિપ્ટ તૈયાર કરી આપેલી “તોળી રાણીની વારતા'ની પ્રસ્તાવનાની ઝેરોક્ષ બીડું છું. ઘણા ઝાંખા અક્ષર ઊઠ્યા છે પણ વાંચી શકાય એમ છે. તકલીફ નહીં પડે એમ ધારું છું. પ્રસ્તાવનામાં તમારા પત્રમાંથી ઉતારો આપ્યો છે : સંશોધકના કાર્યક્ષેત્રની મર્યાદા અને તેની નક્કર ભૂમિકાનું મહત્ત્વ, ઉપરાંત આજની પરિસ્થિતિનું સચોટ બયાન આ ફકરામાં છે. તમારી અગાઉથી સંમતિ માગ્યા વિના મેં તો આ કથન સામેલ કરી દીધું છે. પણ તમને વાંધો હોય તો એટલું રદબાતલ કરી નાખશો. ભગવાનદાસનું પુસ્તક છાપવા માટે મેં નવભારત' વાળા ધનજીભાઈને ભલામણ કરી હતી. તેમણે એ હાથમાં લીધું ને હવે થોડા વખતમાં પ્રગટ થશે. “તોળીરાણીની વારતા” જેવી જ “રૂપાંદે-માલદે'ની વારતાનું ભાવી હજી ધ્વનિ માટે ને મુદ્રણ માટે તોળાય છે. પણ એક દોસ્ત કહેતા કે કોઈ હરિનો લાલ ને મારા જેવો હૈયાફૂટ્યો મળી આવશે. ભીલી રામાયણના સમુદ્રલંઘન માટે એક મિત્રને તૈયાર કર્યા છે. ભારે કામ છે પણ પવનપુત્ર સહાય કરશે એમ લાગે છે. આગે આગે ગોરખ તો છે જ.
નિરંજને માર્ગી સંપ્રદાયવાળું કામ સારી રીતે પાર પાડ્યું. આપણે તૈયાર કરાવેલાં ભજનોમાં ૭૨ ભજનો અને ૮ કેસેટ્સ તેમણે તૈયાર કરી આપી. તેની નકલ તમને મોકલી છે એમ નિરંજને વાત કરી હતી. સંશોધકના પુરસ્કાર સાથે પાંચેક હજારનું ખર્ચ થયું. તેનો હિસાબ ને વાઉચર તમને તેણે આપ્યાં છે ? અહીંના કાગળ ઓડિટર પાસે છે, નહીં તો ચોક્કસ આંકડો લખત. હવે વધેલી રકમનું શું કરવું છે? પ્રકાશન માટે તો વધુ રકમ જોઈએ. પેલી કેસેટ્સમાંથી પસંદ કરી, સારા ગાયક પાસે ભજનો ગવડાવી, બજારમાં મૂકીએ તો સારું. વળતર મળે. પણ એ કારભાર વળી કોણ ઉપાડે? કાચો માલ સારો એવો તૈયાર છે પણ એનો લોકોમાં ઉપાડ ને ઉપયોગ થાય એવું પાકું કામ કરનારા મળતા ૫૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org