Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૩૭)
અમદાવાદ
તા. ૨–૧૨–૯૨ મકરંદભાઈ,
ગઈ કાલે ભાઈ નિરંજન તમારો પત્ર, કેસેટો અને સૂચિ આપી ગયા. આ ભજનોનો પાઠ ત્યાં તમારી પાસે છે, તે અનુકૂળતાએ ઝેરોક્ષ કરાવી મોકલશો, જેથી જે કાંઈ પ્રકાશનયોગ્ય હોય તે ફા.સ.નૈમા.માં અનુકૂળતાએ પ્રકાશિત કરાય. તમે સમય અને શ્રમ લઈને આ કામ પાર પાડ્યું તેથી ઈષ્ટ દિશામાં એક વધુ પગલું મંડાયું. નિરંજને જણાવ્યું કે તેણે પોરબંદર વગેરે સ્થળેથી પ્રાપ્ત ભજનોની ઘણી કેસેટ તૈયાર કરી છે. ક્યાંક મેળ બેસશે ત્યારે તે માટે પણ ઘટતું કરવા પ્રયાસ કરીશું.
૭૦મું સરસ રીતે ઉજવાયું– અજિત શેઠનો કાર્યક્રમ, મુંબઈનાં અખબારોમાં તમારા વિશે, ત્યાંના કાર્ય વિશે આદરભાવ અને સહૃદયતાના ભાવ વાળા લેખો (“નવનીત સમર્પણ'માં પણ) એ જોઈને ઘણી પ્રસન્નતા થઈ. તમે તો આ બાબતમાં તદ્દન નિઃસ્પૃહ હોવાનું જાણું જ છું. પણ લોકોના સંસ્કારઘડતરની અને સાહિત્યની અભિરુચિની દષ્ટિએ આનું ઘણું મહત્ત્વ છે. જાતજાતની અરાજકતા અનેક ક્ષેત્રે વધી રહી છે, ત્યારે જે કેટલુંક સાચું થતું–કહેવાતું હોય તેનું ઘણું મૂલ્ય છે.
તમે, કુંદનિકાબહેન કુશળ હશો. નિરંજન સાથે આવેલ તમારા ભક્ત', ભાઈ હર્ષદ પુજારાનો પણ પરિચય થયો.
લિ. હ. ભાયાણીના નમસ્કાર - અનુકૂળતાએ કેસેટો, નિરંજનને પ્રવાસ, મહેનતાણા વગેરે પેટે જે આપવું ઘટે, તે સિવાય પરચૂરણ બાબતો વગેરે માટે જે ખર્ચ થયો હોય અને થાય તે જણાવવા વિનંતી. દસ હજાર ઉપરાંત થોડોક વધુ થયો હશે તો તેનો પણ પ્રબંધ
થશે.
હ. ભા.
સેતુબંધ
પ૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org