Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૩૬)
અમદાવાદ
તા. ૨૭–૮–૯૨ મકરન્દભાઈ,
અમારા મહુવાગામમાં નાનપણમાં બળેવને તહેવારે રાખડી બાંધતાં અમે અને રાખડી બાંધનાર અરધો અભણ ગોર બોલતાં :
રક્ષે રક્ષે રાખડી, બે ગોધા બે કાકડી'. પછીથી જાણ્યું કે “કાકડી' નહીં પણ “બાખડી'– (દુધાળી ભેંશ કે ગાય : સં. “બષ્કયણીની') આ જે બીજમાવડી પાસેથી જે વરદાન–આશીર્વાદ રૂપે મગાતું તે જ છે. કુશળ ? સામયિકોમાં આવતાં કાવ્યો જોઉં છું. વર્તમાનની વેદના તેમ અધ્યાત્મના અણસાર (કશું અલગ ક્યાં છે? એ તો બુદ્ધિનો ખેલ છે) અને ભાવોનો સ્પર્શ થતો રહે છે.
હ. ભાયાણીના નમસ્કાર
પ૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org