Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મળે છે. તેમનું કશું મોંમાથે બેસતું નથી. મેં કેટલાંક વરસ પહેલાં અભિનવગુપ્તના ‘તંત્રસાર’ અને ‘પરાત્રિશિકાવૃત્તિ' એ સંસ્કૃત ગ્રંથોમાં સંગ્રહશ્લોકો તરીકે આપેલા આવાં ચાલીશેક પદ્યો- જેનો અર્થ કોઈ કરી શકતું ન હતું – તેમના પાઠ ઉપર કામ કરીને મોટા ભાગનાનો પાઠ અને અર્થ નિશ્ચિત કરી આપ્યો – તે એક સંશોધનલેખ રૂપે પ્રસિદ્ધ કરેલો. પ્રો. દ્વિવેદીને એની માહિતી મળતાં તેમણે મને એવાં જ કેટલાંક ભ્રષ્ટ પદ્યો બેસારવા માટે મોકલી આપ્યા અને મને તેમાં સાઠસિત્તેર ટકા સફળતા મળી. તે પછી હમણાં પણ તેવાં થોડાંક પદ્યો બીજા તંત્રગ્રંથ (“સંપુટોભવતંત્ર' – આગલા ગ્રંથ “કૃષ્ણયમારિતંત્ર' અને એક બીજો હતા)નાં મોકલી આપ્યાં. હમણાં મારા ધ્યાનમાં આવ્યું કે તેમાંથી એક ઉદ્ધરણ તો તિબેટના તંજુર–સંગ્રહમાં મળતી કાન્ડની એક ગીતિનું-ચર્યાનું જ છે– રાહુલ સાંકૃત્યાયને દોહાકોશ'ની ભૂમિકામાં તે ઉદ્ધત કરી તેના નેપાળમાં પ્રસિદ્ધ ભ્રષ્ટ રૂપો ટાંક્યાં છે. જુવાન સંશોધક પણ આ કામમાં ઉત્સાહ ને જિજ્ઞાસા દાખવે, એ માટે તો સરહપાદ અને કાન્હપાદની આશીર્વષની પ્રતીક્ષા કરવી રહી !
*તમે પત્રની સમાપ્તિ પાલિ કવિતા પ્રસાદીથી કરી પણ તેથી તો આ ભીંજી રહેલા દિનરાત વચ્ચે મનમાં વર્તુળો ને વમળો ઊઠ્યા. મેં પણ પત્રની લંબાઈમાં તમારાથી ચડિયાતા બનવાનું નક્કી કરેલું. હાલ આટલું. થોડા દિવસ પછી ફરી પત્રાચાર. કુંદનિકાબહેનને અને તમને નમસ્કાર.
હ. ભાયાણીના નમસ્કાર
૧. મકરન્દ દવેએ લખેલ આ પત્ર, ડૉ. ભાયાણીની ફાઈલમાંથી પ્રાપ્ત થયો
ન હોવાથી અત્રે આપી શકાયો નથી. ૫૦
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org