Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
તે રીતે. ભાઈ નિરંજનને ગુજ.સા. અકા.ની ફેલોશીપ મળી છે. તેમને મેં સૂચવ્યું છે કે તેમના શોધનિબંધમાં કરેલું કાર્ય, લેખોમાં જે માહિતી રજૂ કરી હોય તે અને ફાર્બસ સભા તરફથી જે યોજના તેમણે પૂરી કરી તેમાં થયેલું કાર્ય— એમાં જેટલી સામગ્રીનો સમાવેશ તેમણે કર્યો હોય, તે સિવાયની સંપાદિત— સંગૃહીત કરવાનું લક્ષ્ય રાખવું. ભગવાનદાસ પટેલની ‘રાઠોડ વારતા' ધીમી ગતિએ છપાય છે. તેની પાછળ લાગશે તો જ તે વેળાસર પ્રકાશિત થશે. તેમણે આદિવાસીની રામાયણકથા અને ભારતકથાની પ્રાપ્ત કરેલી સામગ્રી અકાદમીએ જોવા મગાવી લીધી છે. એનો પણ ઉદ્ઘાર થાય એ ઇષ્ટ છે. કેમ્બ્રીજના જોન સ્મિથનું રાજસ્થાનના મૌખિક પરંપરાગત મહાકાવ્ય પાબુજી ઉપરનું પુસ્તક થોડાક સમય પહેલાં પ્રકાશિત થયું છે. ૩૫ પાઉંડની કિંમત છે. અકાદમીને સૂચવીશ કે તેના પુસ્તકાલયમાં વસાવી લે. તમે, આગળના પત્રમાં નિર્દિષ્ટ કરેલા ભારતીય ધાર્મિક પરંપરાઓમાં મંત્ર વિશેના પુસ્તકનું અવલોકન અડ્યારથી પ્રકાશિત ‘બ્રહ્મવિદ્યા’નાં અંકમાં હમણાં મેં જોયું. તમારી પાસે તે હશે તો જોવા માટે આવતા—જતા પાસે મગાવી લઈશ. ફેબ્રુઆરી ૧૦ આસપાસ સારનાથની તિબ્બતી સંશોધન સંસ્થામાં તંત્ર ઉપર એક કાર્યશિબિર રખાયો છે. વ્રજવલ્લભ દ્વિવેદી તમે જેમનો આગળ ઉલ્લેખ કરેલો તે જ છે.
સેતુબંધ
Jain Education International
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
૫૩
www.jainelibrary.org