Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મકરન્દભાઈ,
ઇચ્છીએ કે આ વિઘ્ન હંમેશનું દૂર થાય અને તમે લોકો ઇષ્ટ પ્રવૃત્તિઓને ચિન્તામુક્ત બની આગળ ધપાવો. તમે અમદાવાદ આવ્યા ત્યારે જાણ થઈ હોત તો સહેજે મળાત. વચ્ચે ‘લોકગીતોની સૂચિ’, ‘પદ-સૂચિ’ એ બે એમ ગુજ. સા. અકાદમી તરફથી પ્રકાશિત કર્યાં. ગુજ. લોકસાહિત્ય માળા'ના ભાગોમાંથી કૃષ્ણવિષયક ગીતો જુદાં તારવી ડૉ. હસુ યાજ્ઞિકે સંપાદિત કર્યાં. તે પણ પ્રકાશિત થઈ ગયું. ‘દેશીઓની સૂચિ' આ માસના અંતમાં બહાર પડશે. તમારા મંગળ હસ્તે જેનું ભજન શિબિરમાં વિમોચન સરસ રીતે થયેલું, તે જૂના ધોળસંગ્રહની સ્વરાંકનવાળી પુસ્તિકાઓમાં ત્રીજી, ‘ઝરમર મેહ ઝબૂકે વીજ' (૨૫-૩૦ ધોળોની) છાપવા મોકલી આપી છે. ઉપર્યુક્ત પ્રકાશનોમાંથી જે તમને ન મોકલાયાં હોય તે જણાવશો, એટલે મોકલવાનું ફરી જણાવું.
(૨૮)
બીજા એક સારા સમાચાર એ છે કે મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાને પરામાં ખસેડી, તેનું નવનિર્માણ કરવાની મથામણ ચાલતી હતી તેનું સારું પરિણામ આવી રહ્યું છે અને મધ્યકાલીન કે પરંપરાગત સાહિત્યને લગતા સંશોધનનું કામ તેની એક શાખા અમદાવાદમાં રાખી કરાવવાના વિચારને અમલમાં મૂકી શકાશે એમ લાગે છે. તે અનુસાર પદભજનની જીવંત મૌખિક પરંપરાની દિશામાં પણ કેટલુંક કામ,ત્યાંના તમારા કામને પૂરક બને તે રીતે હાથ ધરી શકાશે. માર્ચ ૯૧ થી તેને વધુ નક્કર સ્વરૂપ આપી શકાશે. અનુકૂળતાએ આ વિશે સલાહસૂચન મોકલશો.
સેતુબંધ
તમે ઓછા કરે અને સફળતા સાથે સ્વાસ્થ્યની ભારે કટોકટી પાર કરીએ ઘણું મોટું સદ્ભાગ્ય. સ્વાસ્થ્ય બરાબર સચવાય તેટલા જ પ્રવૃત્ત રહેશો. હું પણ વધુપડતા માનસિક શ્રમની કિસ્મત અવારનવાર ચૂકવું છું. પ્રજ્ઞાપરાધનો પોતે જ પ્રતિકાર કરવો રહ્યો.
કુંદનિકાબહેનને યાદ.
Jain Education International
અમદાવાદ
૧-૯-૯૦
:.
હ.ફૂ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
૪૫
www.jainelibrary.org