Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
શિથિલ હોઈ, હજી સુધી પુસ્તકો નહીં મોકલાયાં હોય. તેની યાદ આપીશ. એ જ રીતની જૈન રાસાઓમાં આપેલી તત્કાલીન લોકપ્રિય દેશી ગીતોની પંક્તિઓની સૂચિ (‘દેશીઓની સૂચિ') છપાવી શરૂ થઈ છે. લોકસાહિત્યના સંશોધનને લગતાં મારા લેખો એકત્ર મૂકી ‘લોકસાહિત્યનાં મૂળ અને કુળ' નામે હમણાં જ પ્રકાશિત કર્યા છે. તેની નકલ પણ ટૂંકમાં તમને મોકલી આપીશ.
કુંદનિકાબહેને નોતરું આપ્યું, પણ એ વિનાયે તમારે ત્યાં આવી બેચાર દિવસ ગપગોષ્ઠી કરવાનું મન કેમ ન થાય ? પણ જ્ઞાનગુમાનની ગાંસડી હજી પણ નીચે મુકાતી નથી, પ્રવાસ માટે શારીરિક ર્તિ કે હોશ ઘટી રહ્યાં છે- છતાં ઉનાળા પછી મુંબઈ આવતાં જતાં કશીક ગોઠવણી કરવાનું મનમાં છે. તમારા બંનેનું સ્વાથ્ય સારું હશે.
હ, ભાયાણીના નમસ્કાર
X
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org