Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
જોયા. આ રીતે થોડું થોડું ચાલતું રહેવું જ જોઈએ. હમણાં ગોહિલનું “સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ' જોતો હતો. એક શબ્દ પર નોંધ તૈયાર કરીને “ઊનવ.માં મોકલવી છે. તમારા ધ્યાનમાં કોઈ ભજનોમાં એ પ્રયોગ આવ્યો હોય તો જણાવશો. અખામાંથી એવો એક પ્રયોગ મારા ધ્યાનમાં આવ્યો છે. ગોહિલે કોળી-પાવળ મુખમાં મૂકતાં પહેલાં બોલવાના મંત્રમાં શરૂઆતમાં જે “ઓ ગુરુજી અરબત-નરબત ધંધુકારા' (પૃ. ૬૩) એવા શબ્દો આપેલા છે, તેમાં અરબતનરબત વિશે નોંધ આપેલ છે.
તમારો કવિતાનો નવો ફાલ, ભૌતિક સિદ્ધિને શિખરે રહેલી સંસ્કૃતિના તાજા ધક્કાના નિમિત્તકારણે પ્રગટેલો હોઈ, અને આપણે અહીં એ દિશામાં હવે ઊંધું ઘાલીને ધસી રહેલા હોઈને, ઘણોજ અર્થપૂર્ણ અને રસપ્રદ હશે. તમે સ્વાથ્યને આંચ આવવા દીધા વિના પ્રવાસ પૂરો કર્યો એ એક “સિદ્ધિ જ ગણાય.”
ઇન્દુબહેનને “હરિવેણ૦' અને “ગોકુળમાંવ' પહોંચાડવાની કશીક વ્યવસ્થા કરીશ-ઘણા અમેરિકા આવતાજતા હોય છે. હમણાં મને મારા ગામ મહુવામાંથી એક મિત્રના પ્રયત્નથી, “હરિવેણ૦’ અને ‘ગોકુળમાં'ના પાંચેક અધૂરા પાઠ વાળાં પદોનો પૂરો પાઠ મળ્યો. આ માટે ગામડે-ગામડાંમાં જઈ પ્રવાસ કરી, સંપર્ક સાધીને જ સામગ્રી પ્રાપ્ત કરી શકાય. પણ તેવું કરી આપનારના અભાવે, માત્ર બે ચાર કાગળ લખીને પણ થોડું થોડું મળી રહે છે. ત્રીજો સંગ્રહ ‘ઝરમર મેહ, ઝબૂકે વીજ બેએક માસમાં છાપવા મોકલવા વિચાર છે. તેમાં મેં નાનપણમાં સાંભળેલું એક રાધા-કાના'ની વડચડનું ધોળ આપવું છે. તેની બેચાર પંક્તિ જ મને યાદ હતી. મહુવામાંથી એક બહેને તે આખું મોકલી આપ્યું. એટલું જ નહીં, ચાલીશેક વરસ પહેલાં છપાયેલી સાત-આઠ વડચડ-રચના આપતી એક નાની ચોપડી પણ મોકલી આપી ! વળી જાણવા મળ્યું કે ચારણી-રાજસ્થાન લોકસાહિત્યમાં એ પરંપરા છે અને એક ભવાઈના વેશમાં પણ તે આવે છે.
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી “ગુજરાતી-લોકસાહિત્યમાળા' ભાગ૧-૧૪માં આપેલાં લોકગીતોની પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમી સૂચિ (“લોકસાહિત્યસૂચિ') તથા “બૃહત્કાવ્યદોહન'ના ભાગોમાં, નરસિંહ અને મીરાના પ્રકાશિત પદસંગ્રહોમાં અને “પ્રાચીન કાવ્યસુ0'માં આપેલાં પદો–એમની પહેલી-છેલ્લી કડીઓ અને કવિનામ સહિત વર્ણાનુક્રમી સૂચિ (‘પદ-સૂચિ) હમણાં જ પ્રકાશિત થયાં છે. તમને મોકલવા સૂચના તો કેટલાક દિવસ પહેલાં જ આપેલી, પણ તંત્ર
સેતુબંધ
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org