Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૮)
મકરંદભાઈ,
ઉમાશંકરભાઈના જવાથી આપણા સંસ્કારજીવનનો એક મોટો ખંડ ઉજ્જડ થઈ ગયાની લાગણી થાય છે.
તમે, કુંદનિકાબહેન, તમારા સહયોગીઓ અને ચાહકો જે રીતે અને સ્વરૂપે ભજન-વિદ્યાપીઠ કે ભજન કેન્દ્ર ઊભું કરવાનું ઇષ્ટ માનો તે જ રીતે અને સ્વરૂપે તે ઊભું કરવું. આર્થિક સહાય-ટેકો તો અનેક સ્રોતોમાંથી સહજપણે કે થોડાક પ્રયાસથી મળી રહેશે.
આપણે ભાઈ અમરદાસ ખારાવાળાનું દૃષ્ટાંત લઈને, પ્રાથમિક કાર્ય અને તેના વ્યાવહારિક સ્વરૂપ અને અમલ માટે જરૂરી માળખાની વાત કરીએ. (એ તો સ્પષ્ટ છે કે પ્રથમ તબક્કામાં મૌખિક પરંપરાને નોંધવા, જાળવવા અને વહેતી રાખવાના કામને અગ્રતા આપવાની છે. જે લિખિત છે મુદ્રિત કે હસ્તપ્રતગત તે સામગ્રી બીજે તબક્કે સંચિત કરી શકાશે આપોઆપ તે બાબત કશુંક થતું રહે તો તેમાં કશો વાંધો નથી.)
૨૬
અમદાવાદ
તા. ૩-૧-૮૯
Jain Education International
૧. તો ખારાવાળા પાસેની ભજનસામગ્રી સંગ્રહીત કરવી તે પહેલું કામ. તેમાં (૧) તે હજાર ભજનોનો પાઠસંગ્રહ (૨) તેમનું ધ્વનિમુદ્રણ અને (૩) તેમનું સ્વરાંકન- એમ ત્રણ પાસાં છે. ટાઈપિસ્ટ ભજનકૃતિઓના પાઠની ટાઈપ કરેલી નકલ તૈયાર કરશે, પરંપરાગત ગાન કેસેટો પર ઊતારી લેવાશે અને સંગીતજ્ઞ તેના સ્વર અને તાલનું અંકન તૈયાર કરશે. પુસ્તકાલયમાં પાઠસંગ્રહ, કેસેટ-સંગ્રહ અને સ્વરાંકન-સંગ્રહના વિભાગ રહેશે. અને તે ઉપરાંત લિખિત પરંપરાના મુદ્રિત ભજનસંગ્રહો-પદસંગ્રહો અને હસ્તપ્રતસંગ્રહોના વિભાગ હશે. આ માટે એક ટાઈપિસ્ટ, એક રેકર્ડિંગ સ્ટુડિયો, એક સંગીતજ્ઞ અને એક ગ્રંથપાલની જરૂર રહેશે. ગ્રંથપાલની યોગ્યતામાં થોડીક સંશોધનકાર્યની સમજ અને પદ્ધતિની જાણનો સમાવેશ કરવો પડશે. જેમ ખારાવાળા પાસેની સામગ્રી, તેમ બીજા ભજનિકો પાસેની સામગ્રીની આ રીતે નોંધણી કરી શકાશે. પણ પ્રશ્નો તે સાથે જ ઉપસ્થિત થાય છે.
-
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org