Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૨૩).
અમદાવાદ
૧૬-૫-૮૯ મકરન્દ્રભાઈ
તમારો પત્ર, “ભજન વિદ્યાતીર્થ’ અને ‘વનવાસી કંઠસ્થ સાહિત્ય : સંકલન અને સંરક્ષણને લગતી માહિતી પત્રિકાઓ બધું મળ્યું. પ્રયોજન, દૃષ્ટિબિંદુ, પદ્ધતિ, આયોજન વગેરે સ્પષ્ટ, યોગ્ય રીતે વ્યક્ત થયું છે. અને બાબતમાં મારું એક સૂચન છે : બંને પત્રિકાઓના અંગ્રેજી અનુવાદ કરાવીને પત્રિકાઓ તૈયાર કરવી : વનવાસી કંઠસ્થ સાહિત્યની ટુંકાવીને. આ માટે એમ.ટી.બી. કોલેજના અંગ્રેજીના અધ્યાપક ડૉ. રમેશ ઓઝાને કે અન્ય કોઈ રસ લેતી વ્યક્તિને વિનંતી કરી શકાય. પરદેશમાં આપણા લોક તેમજ પરદેશી વિદ્વાનોમાં મધ્યકાલીન ભક્તિ-સંત-સાહિત્યમાં વર્ષો વરસથી ઘણો ઊંડો રસ લેવાઈ રહ્યો છે. સંશોધનકાર્ય માટે ત્યાંના ઘણા અભ્યાસીઓ સતત ભારત આવ્યા કરે છે. મારી પાસે વિશેષ રસ ધરાવતી વ્યક્તિઓનાં સરનામાં છે, અને થોડાકની સાથે મારો ચાલુ સંપર્ક છે. આથી આપણા કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહાય અને સમર્થન પણ પ્રાપ્ત થશે. - તમારા ટ્રસ્ટને કશાક સરકારી વાંધાવચકાનું નડતર ઊભું થયું છે તે દુર્ભાગ્ય’ - આપણા સૌનું દુર્ભાગ્ય છે. આ બાબત જો કોઈ પ્રધાનને કહેવરાવવાથી રસ્તો નીકળે તેમ હોય તો એકબે મિત્ર દ્વારા પ્રયત્ન કરી શકાય.
હું થોડા દિવસ પહેલા એક દિવસ માટે કેશોદ ગયો હતો, ત્યાં ભાઈ રાજેન્દ્રસિંહ રાયજાદાએ ગામડામાંથી બેત્રણ ભજનિકને બોલાવીને કાર્યક્રમ રાખ્યો હતો. બેત્રણ ભજનો-એક તો આરતિ હતી. તેમનાં ઢાળ અને રચના-ભાવની દષ્ટિએ ઘણાં પ્રભાવક હતાં. મેં ભાઈ રાયજાદાને લખ્યું છે કે ઘડપંથકના જૂની પરંપરા જાળવતા થોડાક ભજનિકોનાં ભજનો ધ્વનિમુદ્રિત કરવાનું તેઓ માથે લે તો તે અંગેના આવશ્યક ખર્ચની ગુજરાત સાહિત્ય અકાદમી જોગવાઈ કરશે.
ગયે રવિવારે રાત્રે આકાશવાણી પરથી પ્રસારિત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં કોઈ બહેને (રૂપાંદે શાહ ?) ગોરખ કલ્યાણ ગાયો જેમાં “સુરત ચુનરિયા રંગ દે મેરે પીર રંગરેજવા” એવા બોલથી શરૂ થતી ચીજ ગાઈ હતી. જ નાથપંથી કે નિર્ગુણ-પરંપરા ભજન પ્રવાહમાં છે, તેવા ભાવવાળી ચીજ ૩૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org