Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૨૫)
તા. ૨–૩–૯૦
નંદિગ્રામ આત્મીય ભાઈ,
પનું મળ્યું. પરદેશથી આવ્યા પછી બરાબર હળે જૂતી ગયો છું. નિરાંતે પત્ર લખવાનો સમય નથી મળતો. ત્યાંની યાત્રા સારી ગઈ. ખાસ તો મારી તબિયતે રંગ રાખ્યો ને બધા જ કાર્યક્રમો પાર પાડ્યા. નવી ભૂમિએ પાતાળઝરો ફૂટ્યો હોય એમ કાવ્યો આપ્યાં. “કવિતામાં આવતાં જશે.'
“ગોકુળમાં ટહુક્યા મોર’ મળ્યું પણ ત્યારે અમુભાઈ અહીં હતા તે તેમણે ઝડપી લીધું. વળી થોડા દિવસમાં આવવાના છે ત્યારે લેતા આવશે. ખૂટતી કડીઓ મેળવવા માટે બહેનો “નોટો' રાખતી એ અંગે લખ્યું છે, મારી પાસે એવી પેન્સિલથી લખેલી નોટ છે. એમાંથી એવી કડીઓ મળશે તો લખી મોકલીશ. ખાસ તો અમેરિકામાં પ્રવીણભાઈ ભટ્ટ (નાનાભાઈ ભટ્ટના દીકરા)ને
ત્યાં તમે યાદ આપ્યા. તેમનાં પત્ની ઇન્દુબહેન (કવિ હસમુખ પાઠકનાં બહેનોને ઘણાં ધોળ-કીર્તન–પદ કંઠે છે. તેમને ‘હરિ વેણ'ને ‘ટહુક્યા મોર'ની નકલ મોકલી શકાય ? તેમની પાસેથી ખૂટતી કડીઓ મળે ને નવાં પદ મળે એવું લાગે છે. ઇન્દુબહેનને આ માટે બને તો લખશો.
“ભજન વિઘાતીર્થને મજબૂત પાયા પર ઊભું કરવાના મનોરથ છે. પણ એ માટે સારી એવી આર્થિક સહાય જોઈએ. મારામાં ને કુન્દનિકામાં એ મેળવવાની આવડત ઓછી છે. ડોલરિયા દેશમાંથી પણ ભારોભાર સ્નેહ ને સભાવથી કાળજું ભરી લાવ્યા પણ કોથળી તો ખાલી રહી. અત્યારે તો એક પગ મશાનમાં રાખી ચૂકેલા ભજનિકો પાસેથી સાચાં મોતી પડાવી લેવાનો ધંધો ચાલુ છે. સાબરકાંઠા પાસેથી “જેસલ-તોરલ'ને “માલદે-રૂપાંદે'ની સળંગ કથા મળે એ તો અસ્સલ ખજાનો. એક મિત્ર પુંજાભાઈ બડવા અહીં આવ્યા છે, માધવપુર ને માંગરોળની સાગરપટ્ટી પાસેથી મબલખ ઝવેરાત મેળવી આપવાનું કહે છે. એ પણ વાણીના જાણકાર છે. મનમાં થાય છે કે ત્યાં ખેપ મારી આવું. ૧. ૧૯૮૯-૯૦માં મકરંદ દવે તથા કુન્દનિકા કાપડિયા અમેરિકાની યાત્રાએ ગયેલાં.
ત્યાં રચાયેલાં કાવ્યોનો સંગ્રહ “અમેરિકાનો ચિરંતન ચહેરો', પ્રકા. ધરા પ્રકાશન,
મુંબઈ, ઈ. ૧૯૯૯. ૩૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org