Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૨૪)
આત્મીય ભાઈ,
તમને જાણીને આનંદ થશે કે ભજનનું કામ આગળ વધી રહ્યું છે. ભાઈ નિરંજન રાજ્યગુરુ દશ—બાર દિવસ આવી ગયા. તેમને ઓછા જાણીતા અને અસલ માર્કાના ભજન કેસેટમાં ઉતારવાનું સોંપ્યું. અમુભાઈ દોશી અહીં બે–ત્રણ માસ માટે આવતા રહેશે. એ રીતે ભજન અભ્યાસમાં મૂળ ઢાળને જાળવી રાખવાનું પણ બનશે. અત્યારે કરસન જાદવ નામના ભજનિક આવ્યા છે. જૂની હસ્તલિખિત ભજનપોથીઓ લાવ્યા છે. તેમને કંઠે રહેલાં ભજનો પણ ઉતારી આપે છે. ભજનની સાથે લોકગીતો ગાનારો પણ સારો એવો વર્ગ છે, એટલે કેસેટનું કાર્ય માત્ર ભજનો પૂરતું મર્યાદિત ન રાખતાં પાણીદાર મોતી જેવાં લોકગીતો પણ સંઘરી લેવાની લાલચ રોકી શક્યો નથી. ભાઈ ભગવાનદાસ પટેલ પાસે સાબરકાંઠાના આદિવાસી લોકસાહિત્યનો સારો એવો ભંડાર છે ને તેમને કામની સૂઝ પણ છે. તેમને પણ આદિવાસી ભજન અને કથાગીતો ઉતારી લેવાનું સોંપ્યું. આમ ખેપિયા વહેતા કર્યા છે. એમાં વળી હિરજનોમાં જુદે જુદે પ્રસંગે બોલાતા મંત્રો મળ્યા. મરેલી ગાય ચીરવાનો મંત્ર તો વાધેનુને માટે જ વપરાતો હોય એમ લાગ્યું. એનો અર્થ પણ કશી ખેંચ—તાણ કે કલ્પનાના ઘોડા દોડાવ્યા વિના ગોરખવાણીને અજવાળે સૂઝ્યો. કોઈ સહાયક સંશોધકો મળે તો ઘણી ખોવાયેલી કેડીઓ મળે એમ છે. અહીં થોડો સમય રહી આવું કામ ઉપાડી શકે એવા કોઈ ધ્યાનમાં ખરા ?
૩૬
‘ગોરખ—કલ્યાણ’ની ચીજ ‘સુરત ચુનરિયા' વિષે વાંચ્યું. અમુભાઈએ કહ્યું કે ‘ગોરખ’ નામનો રાગ છે. ઉત્તર ભારતીય સંતોની વાણીને આપણે ત્યાં પદ પરંપરામાં ‘રાગ’ દર્શાવવામાં આવે છે. ભજન–પ્રવાહમાં શાસ્ત્રીય રાગ ને લોકઢાળનો ક્યાંક સંગમ થયો છે. રાંગ’ વિષે સાખીઓ પણ મળે છે. ‘કલ્યાણ રાગ'ની સાખીઓ સાંભળવામાં રસ પડશે. આ સાથે થોડી ઉતારી આપું :
૧૪ જૂન ૧૯૮૯ નંદિગ્રામ
Jain Education International
ગોડી તો અબ મીટ ગઈ, જબ અસ્ત ભયો કે ભાણ, રાત ઘટીકા દો ગઈ, તબ પ્રગટ્યો રાગ કલ્યાણ.'
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org