Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
નટુભાઈના મળવાની હું વાટ જોતો હતો તેથી તમને પત્ર મોડો લખ્યો છે. તેમનો પત્ર ત્રણેક દિવસ પહેલાં મળ્યો. હું હમણાં એક ઉપાધિ વહોરી બેઠો છું : સિત્તેર વરસ વહી ગયાં તો યે વિવેકબુદ્ધિનો અવાજ ન ગણકારવાની ભૂલ વારંવાર થતી રહે છે. પૂણેના ‘લિંગ્વિસ્ટિક સોસાયટી ઑવ ઇન્ડિયા'ને આશ્રયે ત્રણ વ્યાખ્યાન આપવાની હા પાડી બેઠો છું. ત્યાંના આ વિષયના બડેખાંઓ આગળ વાત કરવાની, એટલે થયેલાં કામોના અનેક હવાલાઓ આપીને જ વાત કરવી પડે – એનો પરિશ્રમ હવે આકરો લાગે છે : પણ પલાળ્યું એટલે... ૨૩, ૨૪, ૨૫ તારીખો વ્યાખ્યાન માટે નક્કી થઈ છે. હેમચંદ્રની ‘દેશીનામમાલા’નો વિષય રાખ્યો છે. ૧૯મીએ મુંબઈ જવા નીકળીશું, પહેલી માર્ચે પાછાં.
ભજનકેન્દ્ર સંબંધે જ્યારે જે કાંઈ મને જણાવવું જરૂરી લાગે ત્યારે જણાવવા વિનંતી છે.
સ્વાસ્થ્ય જાળવશો. હું ત્રણેક અઠવાડિયા કફથી પીડાયો. હવે સ્વસ્થ
હ. ભાયાણીના નમસ્કાર
૩૨
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org