Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૯)
નંદિગ્રામ,
તા. ૧૫-૧-૮૯ આત્મીય ભાઈ,
પત્ર મળ્યો છે. વિગતવાર જવાબ પછી લખીશ. આ પત્ર તો ખાસ અશ્વિનભાઈ રાવળનો પરિચય કરાવવા માટે. આદિવાસી વિસ્તારનાં લોકગીતો અને ભજનોના ખજાનાની તેમને ભાળ છે. એ ખજાનો સુલભ કરી આપવાની સગવડ છે. વધુ એ રૂબરૂ કહેશે.
આપણા “ભજન-વિદ્યા-કેન્દ્ર માટે સેવા આપવા એ તૈયાર થયા એને હું સાચી પ્રાપ્તિ માનું છું. થોડા દિવસમાં નટુભાઈ જોશી પણ તમને આવી મળી જશે.
વધુ પછી. કુશળતા ચાહું છું.
ઉમાશંકરભાઈનો અવાજ અહીંની હવામાં ગુંજે છે : “હું આવી ગયો - છું'. એ સ્નેહનું જ કેન્દ્ર ને !
તમારો મકરન્દ
સેતુબંધ
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org