Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૨. બીજા ભજનિક પાસેની સામગ્રીમાં ઘણાં એવાં ભજન હોવાનાં જે
ખારાવાળાના સંગ્રહમાં હોય તેના તે જ હોય- થોડોક શબ્દફેર કે પંક્તિફેર હોય ખરો, પણ એનું આ તબક્કે કશું મહત્ત્વ નથી. બીજું, કેટલાંક ભજનની બાબતમાં એમ પણ બને કે એમનો પાઠ તો બંને પાસે સરખો હોય, પણ તે જુદા જુદા સ્વરોથી કે તાલથી ગવાતાં હોય. એટલે જયારે અનેક ભજનિકો પાસેથી સામગ્રી એકઠી કરશો, ત્યારે તેમાં જે મોટા પાયાના પુનરાવર્તનનો સંભવ છે તેના ઉપાય પહેલેથી વિચારવા પડશે. નહીં તો સામગ્રીના ઢગલા થતા જશે અને પછી તેમાં વ્યવસ્થા લાવવાનું કાર્ય અત્યંત દુર્ઘટ બનશે. આથી એક ભજનિક પાસેથી પ્રાપ્ત સામગ્રીને પહેલાં વ્યવસ્થિત કરી લેવી પડશે. તેના પાઠોની પહેલી પંક્તિઓની અકારાદિક્રમે સૂચિ તૈયાર કરાવી લેવાની રહે અને તે ક્રમે તેમનાં સ્વરાંકનો અને કેસેટોની પણ સૂચિ તૈયાર કરવાની રહે. કદાચ પહેલેથી એ નક્કી કરવું પડશે કે કયા ક્રમે ભજનો કેસેટ પર ઊતારવાં. જો ભજનપાઠોની પહેલી પંક્તિઓના અકારાદિક્રમે ભજનો રેકર્ડ કરવાનું અનુકૂળ ન જ રહે તો પછી અક્ષરાનુક્રમિક સૂચિ પ્રમાણે તેમની સૂચિમાં ક્રોસ-રેફરંસ મૂકવાના રહેશે આ ઝંઝટ એટલા માટે અનિવાર્ય છે કે નવા નવા ભજનિકો પાસેની સામગ્રીમાં જેટલું નવું કે વધારાનું હોય તેની તારવણી આ પ્રથમ સૂચિઓ ને આધારે કરી શકાશે. એટલે નિરંજન કે નાથાલાલ જેવા, સંશોધનની તાલીમ પામેલા એકાદ જણની જરૂર પડે. જો ગ્રંથપાલ પાસે એવી યોગ્યતા
હોય તો પહેલે તબક્કે બીજા માણસની જરૂર ન રહે. ૩. તાલીમ-કેન્દ્રનું કામ આ સંગ્રહાલયના કામની સાથોસાથ ચાલી શકે. તે
માટે નિરંજન જેવો એક પરંપરાનો જાણકાર ગાયક, થોડાક શિષ્યવૃત્તિ આપીને બોલાવેલા વિદ્યાર્થીઓ અને પાઠ્યક્રમ એટલાની જ જરૂર રહે. મકાનમાં ગ્રંથાલય, ટુડિયો, અધ્યાપનખંડ, વ્યાખ્યાન કે સભાખંડ, કાર્યકરોના આવાસ, છાત્રાલય અને ભોજનાલયની વ્યવસ્થા દેખીતી જ કરવાની રહે. પહેલા તબક્કાનું કેટલુંક કામ પૂરું થાય તે પછી સંશોધન કાર્યની દિશામાં જઈ શકાય.
ભજન-સંગ્રહોનો બીજો એક પ્રશ્ન પ્રાદેશિક અને જ્ઞાતિ-જાતિને લગતી ભિન્ન ભિન્ન પરંપરાઓનો પણ છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગો અને વર્ષોમાં
સેતુબંધ
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org