Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૫)
મકરન્દભાઈ,
તમારો સ્નેહભાવ-ભર્યો પત્ર મળ્યો. ત્રણ દિવસના ભજન-શિબિરમાં તમારો ઘણો પરિશ્રમ સહેવો પડ્યો જેની તમારી નાજુક તબિયત ઉપર પ્રતિકૂળ અસર થઈ. તમારો જીવંત રસ અને જેને એક જીવનકાર્ય માનેલું છે તેને સાકાર કરવાની મથામણ—એ કારણે આવા પરિણામનો તમને અને કુંદનિકાબહેનને સહેજ ડર પણ હશે જ - ચાલો, તં ન શોષયેત્ પણ ઘટતી બધી જ સંભાળ લેશો.
સેતુબંધ
મારે માટે તો નંદિગ્રામના ત્રણ દિવસ અવિસ્મરણીય બની ગયા. જો દસેક વરસ પહેલાં આ દિશામાં નજર ગઈ હોત, તો તમારા કામને – ભજન, પદ વ.ના પરંપરાગત, વારસાનું જતન અને પુનરુજ્જીવન – મેં મારું કામ કર્યું હોત. અત્યારે હાથ પર લીધેલી સંશોધન-યોજનાઓ પૂરી કરવા હું બંધાયેલો છું. પણ જો એક બે અંદરનો રસ ધરાવતા, સમજદાર અને નિષ્ઠાવાન કાર્યકર મળી જાય, તો ત્રણચાર માસમાં કશોક સમયબદ્ધ અને તબક્કાવાર કાર્યક્રમ ઘડી કાઢવાનું મનમાં છે.હમણાં એક બાજુ ‘બૃહત્ કાવ્યદોહન' વગેરેમાંથી પદોનું અને ‘જૈન ગૂર્જર કવિઓ' અને અન્ય જૈન ગ્રંથોમાંથી દેશીઓનું સૂચીકરણ ચાલુ કર્યું છે. મીરાંના પદોની સૂચી પણ બનાવવાનું સોંપ્યું છે. જૈન સઝાઈ જે જૂની ઢબે ગવાતી તેનું ધ્વનિમુદ્રણ કરવાનું વિચાર્યું છે. રાજકોટથી ભાઈ નિરંજન રાજ્યગુરુ અને અમુભાઈ દોશીને વહેલી અનુકૂળતાએ અહીં આવી, મળીને ભજન વગેરેના ધ્વનિમુદ્રણનો કાર્યક્રમ વિચારી, કટકે કટકે અમલમાં મૂકવાની ચર્ચા કરવા લખ્યું છે. તા. ૧૧-૧૨-૧૩ ભાવનગર જઈ ખોડીદાસ પરમાર પાસેથી કેટલાંક ધોળ, ગરબી વગેરે ધ્વનિમુદ્રિત કરવાનું નક્કી કર્યું છે. એમ કટકેબટકે કામ ચાલુ તો રાખીએ છીએ. જો કોઈ એક જણ સમગ્ર યોજનાનું માળખું તૈયાર કરી તેને વ્યવસ્થિત અમલમાં મૂકવાનું માથે લે તો જ આ કામ
ઝડપથી આગળ વધે.
અમદાવાદ
તા. ૨૮-૯-૮૮
Jain Education International
તમારા આ બાબતના ત્યાંના કામમાં હસુભાઈ યાજ્ઞિક, હું તથા ગુજ.
For Private & Personal Use Only
૨૧
www.jainelibrary.org