Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૧)
આત્મીય ભાઈ,
તમે આવવાનું વિચારી રહ્યા છો એને સંભવ હોય તો આચરણે જ ગતિ આપજો. હસુભાઈ યાજ્ઞિક આવી શકે તો ઘણું જ સારું. આ પત્ર વળતી ટપાલે એ માટે કે ૧૫મી ઑગસ્ટ બદલી ૧૩–૧૪-૧૫ તારીખ શિબિરની રાખી છે. સ્થાનિક ભજનિકોને એ દિવસોમાં રજાની સગવડ રહે એટલા માટે તારીખો બદલાવી. ગઈ ૯મી તારીખે અહીંના ભજનિકોનું મિલન ગોઠવ્યું હતું. અત્યંત પ્રાથમિક સ્થિતિમાં ઉગાવો છે પણ ખેડુને તો બે લીલાં તરણાં દેખાય તોય મનમાં ટાઢું વરતાય. તમે ૧૨મી સાંજ પહેલાં આવી પહોંચો એવું ગોઠવી શકો તો સારું.
૧૬
અહીં મળનારા મિત્રોમાં અરુણ ભટ્ટ (ભૂદાનસેવક ને ભજનિક—ગાયક) અમુભાઈ દોશી (સંગીતકાર, સ્વરકાર)જયેન્દ્ર ત્રિવેદી (ભજન- રસિક) નિરંજન રાજ્યગુરુ (તમને પરિચિત, ખરો ભજનિયો) તખતદાન રોડિયા (ભજનના જાણકાર ને ગાયક ચારણમિત્ર) અને દ.ગુજ.યુનિ.ના નાનુભાઈ જોશી છે. ભજનને ચાળવા, જાળવવા ને ફરી લોકજીભે ચડાવવા માટે શું થઈ શકે તેની પ્રાથમિક વિચારણા કરીશું ને કાર્યક્રમ ઘડી કાઢીશું. તમે સર્વાંગી વિચારણા લખી છે તે આપણે સાથે બેસી ચર્ચીશું. થોડીવાર પહેલાં પન્નાબહેન અધ્વર્યુ આવી ગયાં. તેમણે કહ્યું કે તેમના દાદાએ તેમની જ્ઞાતિમાં લગ્નપ્રસંગે ગવાતાં ગીતોનું પુસ્તક આજથી લગભગ સો વરસ પહેલાં પ્રગટ કરેલું ને જ્ઞાતિમાં ઘેર ઘેર પહોંચાડેલું વિના મૂલ્યે. એ જર્જર પુસ્તક તેમની પાસે છે. પણ એના ઢાળ હવે કોઈને ઘરમાં આવડતા નથી. એક દૂરના કાકી છે તે ગાય છે એવું સાંભળ્યું છે. મેં કહ્યું કે ભગવાન કાકીમાને તંદુરસ્ત દીર્ઘાયુષ આપે પણ ટેઇપરેકોર્ડર લઈને સવેળા તેમની પાસે પહોંચી જાઓ તો સારું. ‘Trust in God and keep your powder dry.’- પેલી ચોપડી તો કાલ મળશે, પેલો કંઠ ક્યારે ? મારી આ જ ચિંતા છે. આપણે તો ભાઈ, મોડો મોડો પ૨ (પણ) ઘટાટોપ મેઘ મંડાણો ! કંટાળો નથી આવતો ને આ મારા પત્તરથી ? એક દૂહો : ‘વ્યાસ પણ વાંચી ન શક્યા, પ્રેમ હૂંદા પુરાણ, ઇ લોહીનાં લખાણ, કોઈ ભેદુ જ વાંચે ભૂધરા.
..
Jain Education International
નંદિગ્રામ
૧૪ જૂલાઈ ’૮૮
For Private & Personal Use Only
મકરન્દ
સેતુબંધ
www.jainelibrary.org