Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૩)
આત્મીય ભાઈ,
તમે અને હસુભાઈ યાજ્ઞિક આવો છો તેની વધામણી. હસુભાઈનો પત્ર ‘શબ્દસૃષ્ટિ’માંથી સૂચિકરણની યોજનાનું કતરણ બંને મળ્યાં. અહીં આપણે જે મુદ્દાઓ ચર્ચવાના છે તેનો પરિપત્ર મળી ગયો હશે. મળીશું ત્યારે વધુ.
તમે મોટ૨૨સ્તે આવવાના છો એ માટે થોડું દિશાસૂચન. અમદાવાદ– વલસાડ નેશનલ હાઈવે પર વલસાડ–ધરમપુર જતો સ્ટેટ હાઈવે આવે ત્યાં ડાબી તરફ વળવાનું. બરાબર ૨૦ કિ.મી.ની નિશાની પર સ્ટેટ હાઈવેને અડીને જ ‘નંદિગ્રામ‘ આવેલું છે. સ્વા ગ ત મ્.
નંદિગ્રામ
તા. ૨૫૭−૮૮
આપણા ભજન—શિબિરમાં પચાસેક ભજનો ગાવા માટે ચૂંટી કાઢ્યાં છે. તેમાં નરસિંહમીરાં—મૂળદાસ—અખો તથા બીજા સંતોની ભક્તિની વાણી, નાથપરંપરા ને ભાણ—રવિ—મો૨ા૨ તથા અનુગામીઓની વાણી તેમજ મારગી, મુસ્લિમ સંતો ને ખોજાકોમના ‘ગિનાન’ની વાણીમાંથી પસંદગી કરી છે. તેનું ધ્વનિમુદ્રણ જરૂર કરી શકાય. આ નાનકડા મિલનમાં તો બેચાર ગાયકો આવશે. આ ભજનો બીજા કેળવાયેલા કંઠેથી પણ સાંભળવા મળે એટલા માટે એક ભાઈને મેં તેને ટેઈપ કરી લેવા માટે સૌરાષ્ટ્ર મોકલ્યા છે. આજકાલ આવી પણ જશે. ‘રામસભામાં—’ આપણે બેઠક જમાવી શકીશું. અગાઉથી સીટ ‘રીજવડ’ કરાવી રાખી.
૧. પરિશિષ્ટમાં જુઓ.
૧૮
હા, ‘કૃષ્ણ—કાવ્ય’માં તીલ હોર્રમાને કરેલાં સંશોધન વિષે વાંચી ગયો. આપણે જેને સાવ સ્થાનિક ને દેશી તળપદી છોડવાં માનીએ છીએ એનાં મૂળ છેક ઉત્તર ભારત ને બંગાળને છેડે અડતાં જોઈ શકીશું. ભાષાની નજરે કબીર ગોરખ—સરહપાદને ખભે ચડીને બેઠો હશે તો સરહપાદ વેદ—ઉપનિષદના ઋષિનો પડઘો પાડતો હશે. એ જ શબ્દો, એ જ ભાવ— માત્ર સમયના પ્રવાહ સાથે નવતર ઘાટ પામેલા. ગંગાનો પ્રવાહ અંતે શિવની જટામાં સમાય એવો મામલો છે.
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org