________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણ કે છાં, ઉપનિષદમાં સાંખ્ય સિદ્ધાંતનો આછેરો નિર્દેશ છે. કઠોમાં સાગનાં અનેક સિદ્ધાંતો ઈ શકાય છે. શ્વેતાશ્વતરમાં સાખ્ય સિદ્ધાંત તેમજ તેનાં પ્રણેતા કપિલમુનિનાં નિર્દેશ છે. તેમજ પ્રધાન, શેય તથા સાંખ્ય સિદ્ધાંતોનાં પર્યાપ્ત પરિચયનાં દ્યોતક છે. તેથી કઠથી તેની અવાંચીનતા માની શકાય. મૈત્રાયણી ઉપનિષદમાં પ્રકૃતિ તથા ગુણત્રયનો સાંખ્ય સિદ્ધાંત ખૂબ જ વિસ્તારથી આપવામાં આવ્યો છે. તેથી તેમને આ શ્રેણીમાં પાછળની રચના માની શકાય.
આમ સામાન્ય રીતે ઉપનિષદોને આપણે ત્રણ વિભાગમાં વિભકત કરી શકીએ. પ્રથમ વિભાગમાં છાં, બૃહ, ઈશ, તૈ., ઐત, પ્રશ્ન, મુંડક અને ભાડૂક્ય આ ઉપનિષદ જે તે વેદ, આરણ્યક કે બ્રાહ્મણોનાં અંશ હોવાથી ચોક્કસપણે પ્રાચીન છે. શ્વેતાજેતર, કૌષિતકિ, મૈત્રાયણી તથા મહાનારાયણ તૃતીય શ્રેણીમાં અને તેમની વચ્ચમાં કઠ અને કેન ઉપનિષદને રાખી શકીએ. ઉપનિષદનો ભૌગોલિક વિસ્તાર મધ્યપ્રદેશના કુરુપાંચાલથી વિદેહ સુધી ફેલાયેલો છે. આ સમયે આર્યોના નિવાસથી ગાંધાર ખૂબ જ દૂર થઈ ગયું હતું, કારણ કે છાં. અનુસાર કોઈ જાણકાર પુરુષ દ્વારા જ મનુષ્ય ગાંધાર પહોંચી શકે એ લોકમાન્ય તિલક મૈત્રાયણી ઉપનિષદમાં નિર્દિષ્ટ ઉયન–સ્થિતિની જ્યોતિષ અનુસાર ગણતરી કરીને જણાવે છે કે, વેદાંગ જ્યોતિષ કરતા મૈત્રા. ઉપનિષદની આ સ્થિતિ અલગ છે અને પહેલાની છે. વેદાંગ જ્યોતિષી સમયનું ઉદ્ઘયન "મૈત્રા. ઉપનિષદનું ઉદ્દયન કરતાં અડધું નક્ષત્ર પાછળ થઈ ગયું છે અને અડધું નક્ષત્ર પાછળ થવામાં લગભગ ૪૮૦ વર્ષનો સમય લાગે છે. આ ગણત્રીનાં આધારે મૈત્રા. ઉપનિષદનો સમય ઈ. સ. પૂર્વે ૧૮૮૦-૧૬૮૦ ની વચ્ચે આવે છે. પરંતુ વૈદિક મતને અનુસરનારા સૃષ્ટિનો આરંભ વિક્રમસંવત પૂર્વ ૧૯પ, પ૮, ૮૫૦૯ માને છે, તેથી આ સમય ઉપનિષદોનો રચના સમય નહીં પરંતુ આવિર્ભાવકાલ છે. ઉપનિષદમાં ઘનિષ્ઠાથી ઉત્તરાયણ અંત કે આરંભમાં માનવા માટે કોઈ પ્રમાણ નથી. તેથી પ્રાચીન મત જ યોગ્ય છે. વેદ ભાષ્યકાર વેદને નિત્ય, બ્રહ્મા દ્વારા અભિવ્યક્ત માને છે. સ્વામી દયાનંદ સરસ્વતી પણ વૈદને નિત્ય માને છે. તેથી સુષ્ટિનાં યુગોની કાલ ગણનાને આધારે જ વેદનો કાલ નિર્ણય કહી શકાય; એમ ડૉ. વાસુદેવ ચતુર્વેદી માને છે અને ઉપનિષદોનો સમય સૃષ્ટિનાં આરંભનો સમય ગણાવે છે.
લોકમાન્ય તિલકનાં મતાનુસાર "મૈત્રા. ઉપનિષદની રચના વેદાંગ જયોતિષ પહેલાની છે અને જે ઉપનિષદ વાકયો અથવા શ્લોકોની ચર્ચા ઉદાહરણરૂપે આ ઉપનિષદમાં છે, તે ચોક્કરા પણ તેનાથી પ્રાચીન છે. તેથી ઈ. સ. પૂર્વે ૪૫૦૦માં ઋગ્વદ, ઈ. સ. પૂર્વે ૨૫00માં બ્રાહ્મણગ્રંથો અને ઈ. સ. પૂર્વે ૧૬૦૦માં ઉપનિષદ ગ્રંથોનો સમય આવે છે."
For Private And Personal Use Only