________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A) ઉપનિષદોનો રચનાકાળ અને રચનાક્રમ :
ઉપનિષદ્ કયાં સમયે રચાયા હશે તે વિશે પાશ્ચાત્ય વિદ્વાનો ખૂબ જ ચર્ચા કરે છે. ભારતીય પરંપરામાં વેદ ઉપનિષદ વગેરે આર્ષ સાહિત્ય ઈશ્વર પ્રદત્ત માનવામાં આવે છે, તેથી તે કયારે રચાયા હશે તે અનુમાનનો પ્રશ્ન જ નથી, કારણ કે પરમતત્ત્વએ સૃષ્ટિ રચીને તે પ્રદાન કર્યા છે, તેથી જે સમય ગણવો હોય તે સૃષ્ટિના આરંભનો સમય ગણી શકાય.
લવિંગ સાહેબના મતાનુસાર ઉપનિષદ્ ગ્રંથનો સમય આજથી ર000 વર્ષ પૂર્વનો છે અને સંસારના ક્ષેત્રમાં અદ્વૈતની સંપૂર્ણ નવીન ભાવનાની પ્રતિષ્ઠા ઉપનિષદ્ જ્ઞાનમાંથી જ ઉધાર લીધેલી
મા. લોકમાન્ય તિલક પશ્ચિમી વિદ્વાનો દ્વારા વૈ.સા.ના સમય વિશે જે અનુમાનો પ્રગટ કરવામાં આવ્યાં છે તે ભ્રમમૂલક છે તેમ જણાવી કહે છે કે, વે. કાલના ગ્રંથોની સમય મર્યાદા ઈ. સ. પૂર્વે ૪૫૦૦ થી ઓછી ન આંકી શકાય. પોતાના આ મંતવ્યને તેમણે ઓરાયન સંસ્થાના ગ્રંથોમાં ઉદ્દયન સ્થિતિને દર્શાવતા વેદનાં વાક્યો દ્વારા સિદ્ધ કરેલ છે અને મોટાભાગના પશ્ચિમી વિદ્વાનો તે સ્વીકારે છે.'
આચાર્ય બાલકૃષ્ણદીક્ષિતજીએ બ્રાહ્મણ વગેરે ગ્રંથોમાંથી કૃતિકા વગેરે મુખ્ય નક્ષત્રોની ગણતરીના આધારે તેઓનો સમય ઈ. સ. પૂર્વે ૨૫૦૦ પહેલાનો નિશ્ચિત કરેલ છે. પરંતુ વાચસ્પતિ ગેરલાનાં મતે ઉપનિષો સમય નક્કી કરવામાં ઉદ્ગમનસ્થિતિને આધારભૂત બનાવવામાં આવી હોય, "રામ તાપની" વગેરે ભક્તિ પ્રધાન અને "ધોગતત્ત્વ" વગેરે યોગ પ્રધાન પરિપતી ભાષા અને રચના પ્રાચીન દેખાતી નથી. ફક્ત આ જ આધાર ઉપર અમુક વિદ્વાનો ઉપનિષી રચનાને ભગવાન બુદ્ધના સમય કરતાં ચારસો-પાંચસો વર્ષથી વધારે પૂર્વ માનતા નથી. પરંતુ કાલ નિર્ણયની ઉપર્યુક્ત ઉદ્યનસ્થિતિ)થી જોઈએ તો આ બાબત ભ્રમમૂલક છે. જો કે એ બાબત પણ સત્ય છે કે, જયોતિષની પદ્ધતિથી બધા ઉપનિષદ્દો સમય નક્કી ન કરી શકાય, પરંતુ મુખ્ય-મુખ્ય ઉપનિષો સમય નક્કી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય.'
ઉપનિષા સમય નિર્ણય માટે જર્મન વિદ્વાન ડૉયસન ઉપનિષદ્રને ચાર વિભાગમાં વિભક્ત કરે છે.
(૪) પ્રાચીન ગદ્ય ઉપનિષદ્ = (૧) બૃહ., (૨) છાં., (૩) તૈત્તિરીય, (૪) એતરેય, (૫) કોપીતકિ અને
For Private And Personal Use Only