________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(4) પ્રાચીન પદ્ય ઉપનિષદ્ જ જેઓનું પદ્ય સરલ, વૈદિક પધોની સમાન છે (૭) કઠ, (૮) ઈશ,
(૯) શ્વેતાશ્વતર, (૧૦) મહાનારાયણ. () પાછળના ગદ્ય ઉપનિષદ = (૧૧) પ્ર, (૧૨) મૈત્રી અથવા મેત્રાયણીય (૧૩) માંડૂક્ય.
આથર્વણ ઉપનિષદ = જેમાં તાંત્રિક ઉપાસના વિશેષરૂપે રહેલી છે– (૧) સામાન્ય ઉપનિષદ, (૨) ધોગ ઉપનિષદ (૩) સાંખ્ય-વેદાન ઉપનિષદ (૪) શૈવ ઉપનિષદ (૫) વૈષ્ણવ ઉપનિષદ () શાક્ત ઉપનિષદ,
ડૉ. રાનડે તથા બેલવેલકર ડૉયસનનાં કામમાં અનેક ત્રુટિઓને દર્શાવી પોતાની નવીન પદ્ધતિ આપે છે. એ પ્રમાણે પ્રાચીન ઉપનિષદમાં મુખ્ય છાં. બૃહ, કઠ, ઈશ, ઐતરેય તૈત્તિરીય, મુંડક, કૌપીકે, કેન તથા પ્રશ્ન છે. શ્વેતાશ્વતર, માંડૂક્ય અને મૈત્રાયણીય બીજી શ્રેણીમાં અને તૃતીય શ્રેણીમાં વાક્કલ, છાગલેય, આર્ષવ, શૌનક ઉપનિષદ છે. તેઓ આ યોજનાને સિદ્ધ કરવા માટે જે તર્ક પ્રણાલી રજૂ કરે છે. તે વિશ્વાસ ઉત્પન્ન કરે તેવી નથી. ઉપનિષદનાં અલગ-અલગ સમય-કાલ સ્તરની કલ્પના મનમાની તેમજ પ્રમાણ રહિત છે, તેથી વિશ્વાસ ઉત્પન્ન થતો નથી. ઈશાવાસ્યને બીજા સ્તરમાં માનવું જરાપણ યોગ્ય નથી. તે સંહિતા સાથે જોડાયેલું છે, તેમજ તેમાં બ્રાહાકાલીન સમાન જ યજ્ઞની મહત્તા છે. બૃહમાં રહેલી કર્મસંન્યાસની ભાવનાની ઘોષણા નથી. એટલું જ નહીં તેને મુખ્ય ઉપનિષદની પરંપરામાં મુક્તિકો. પ્રથમ સ્થાન આપે છે. તેથી તે પ્રથમ શ્રેણીમાં અને પ્રાચીનતર હોવામાં કોઈ શંકા નથી."
શ્રી ચિન્તામણિવિનાયકવૈદ્ય પોતાના ગ્રંથમાં ઉપનિષદની પ્રાચીનતા તથા અર્વાચીનતા સંદર્ભમાં બે બાબત રજૂ કરે છે– (૧) વિષ્ણુ તથા પર દેવતાનાં રૂપમાં વર્ણન, (૨) પ્રકૃતિ–પુરુષ તથા સર્વ–રજતમ ત્રિવિધ ગુણોનાં સાંખ્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન. એ બાબત નિર્વિવાદ છે કે પ્રાચીનતર ઉપનિષદોએ વૈદિક સંહિતાનાં દેવતાઓથી વિશેષ ઉપર ઊઠીને એક જ અનામી દેવતા(બ્રહ્મ) (પરમતત્વને વિશ્વનું સર્જન કરનાર, પાલન કરનાર નિયંત્રણ કરનાર દર્શાવેલ છે. જયારે પાછળના ઉપનિષદોએ સર્વપ્રથમ વિષ્ણુ અને ત્યારબાદ શિવને આ પદ ઉપર સ્થાપિત કર્યા છે. આ દષ્ટિએ સર્વપ્રથમ અનામીહ્મરૂપનાં પ્રતિપાદનમાં , બૃહ, ઇશ, તૈત્તિરીય, ઐતરેય, પ્રશ્ન, મુંડક ત્યારબાદ કઠ સર્વ પ્રથમ વિષ્ણુને પરમપદમાં પ્રતિષ્ઠિત કરે છે, જ્યારે કૃષ્ણ યજુર્વેદીય ઉપનિષદોમાં આ મહત્ત્વપૂર્ણ સ્થાન ઉપર મહાદેવ પ્રતિષ્ઠા પામ્યા છે. તે જ પ્રમાણે શિવની મહત્તા માટે શ્વેતાશ્વતર, કઠથી અર્વાચીન તેમજ બ્રહ્મા-વિષ્ણુમહેશ દેવત્રથીની ગૌરવ ગાથા પ્રસ્તુત કરતું મૈત્રાયણીય ઉપનિષદ તાશ્વતરથી પાછળનું માનવામાં આવે છે. તેમજ સાંખ્ય તત્ત્વોનાં પ્રતિપાદનને પરિણામે આપણે આ જ બાબત ઉપર આવી શકીએ.
For Private And Personal Use Only