________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ-૧ ઉપનિષદોનો ઉદ્ભવ અને વિકાસ
ભારતીય પરંપરા પ્રમાણે વેદ ઉપનિષદ્ એ આર્ષ સાહિત્યનો ઉદ્દભવ થયેલ નથી. પરંતુ પરમતત્ત્વએ જ તે દષ્ટા ઋષિઓને પ્રદાન કરેલ છે, શ્વેતાશ્વેતર ઉપનિષદ્દમાં કહ્યું છે કે, પરમપુરુષ દ્વારા જેણે પ્રથમ બ્રહ્મને અને ત્યારબાદ બ્રહ્માને પ્રેરણા આપીને સૃષ્ટિની રચના કરાવેલ છે, તેણે બ્રહ્માને વેદ આપ્યા, વેદનો અંતિમ ભાગ ઉપનિષદ્ છે, એટલું જ નહીં યજુર્વેદનો ૪૦ મો અધ્યાય ઈશાવાસ્ય ઉપનિષદ તરીકે સુપ્રસિદ્ધ છે. આમ વેદ-ઉપનિષદ્ ઉત્પન થયેલ નથી, પરંતુ પરમતત્ત્વ દ્વારા અર્પિત થયેલા છે.'
ઉપનિષ તત્ત્વોનો સર્વપ્રથમ ભારતભૂમિમાં કયારે ઉદ્ભવ થયો તે કોઈ જાણતું નથી, તેનો નિર્ણય અનુમાનને આધારે કરી શકાય નહીં. ખાસ કરીને પશ્ચિમના વિવેચકો જે અનુમાન કરે છે તે
એકબીજાને પરસ્પર વિરોધી છે. તેને આધારે ઉપનિષાં ઉદ્ભવનો સમય નિશ્ચિત કરી શકાય. અમે હિન્દુઓ આધ્યાત્મિક દૃષ્ટિથી તેની ઉત્પત્તિનો સ્વીકાર કરતાં નથી. સ્વામીશ્રી વિધાનંદ સરસ્વતીજી ઉપનિષદ્દે મનુષ્યકૃત અને વેદને ઈશ્વર પ્રદત્ત માને છે. તેથી તેઓશ્રી ઉપનિષદોનો વેદમાં અંતર્ભાવ ઘતો નથી તેમ જણાવે છે. દુર્વેદ વગેરે ચાર પત્રસંહિતાઓના જ વેદમાં સમાવેશ થાય છે, અન્ય કોઈપણ ગ્રંથનો નહીં; નાટયવેદ, મહાભારત વગેરે વેદોની મહત્તાને કારણે પોતાને વેદ ગણાવે છે. પરંતુ તે મનુષ્ય કૃત હોય વેદ ગણાય નહીં. ઉપનિષદાં પણ મન્નસંહિતાઓ જ વેદ છે એમ ઘોષણા કરે છે. તેથી જ વેદનાં અધ્યેતા વૃંદાદિનું અધ્યયન કરું છું, તેમ જણાવે છે, જયારે બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદોનું અધ્યયન કરનાર છે, ઐતરેય બ્રાહ્મણ એમ નામ-નિર્દેશપૂર્વ કહે છે,
વિશ્વ સાહિત્યમાં પ્રદર્વેદ પ્રાચીનતમ ગ્રંથ છે, તેમાં પુરુષ સૂક્ત,વાગામણીય સૂક્ત વગેરેમાં તત્ત્વજ્ઞાનના બીજ છે. સમય જતાં કર્મકાંડ જ મહત્વનું રહે છે. વિવિધ પ્રકારનાં યજ્ઞા આવે છે અને તે યજ્ઞોની બાહ્ય કર્મકાંડ વિધિ જ પૂર્ણ કરવી એ ધ્યેય રહે છે. તેની અંદરનું જે વિજ્ઞાન છે, ગૂઢાર્થ છે એ ગૌણ સ્થાન પામે છે. એ આપણે બ્રાહ્મણયુગમાં જોઈ શકીએ છીએ. પરંતુ આ કર્મકાંડની નિરર્થકતા સમજાય છે અને આપણને આરણ્યક સાહિત્ય પ્રાપ્ત થાય છે. જેમાં ધામાં રહસ્યનું અને સાથી સાથે બ્રહ્મ, આત્મા વગેરે ઔપનિપ-દર્શન તત્ત્વજ્ઞાનનું નિરૂપણ છે અને અને આપણને ઉપનિષદ્ સાહિત્ય પ્રાપ્ત થાય છે જેમાં યજ્ઞ માત્ર પરમતત્ત્વને પામવાનું સાધન છે, એટલું જ નહીં આ બાહ્ય યા વિના પણ
For Private And Personal Use Only