________________
જ્ઞાન તે મનપર્યવ જ્ઞાન છે. આમાં પણ ઈન્દ્રિયની મદદની જરૂર નથી છતાં તે પૂર્ણ તે નથી અને પ્રમાદ દશામાં તે જ્ઞાન ચાલ્યું પણ જાય છે અર્થાત તેના ઉપર આવરણને પડદો આવી જાય છે છતાં તે સમ્યક્ જ્ઞાન છે.
મિથ્યાજ્ઞાન ત્રણ પ્રકારે છે. પ્રથમનાં બે મિયામતિ અને મિથ્યાશ્રુત એ સર્વ જીવોને હોય છે, કેમકે આટલું પણું જ્ઞાન ન હોય તે તે જીવ અને અજીવમાં પછી તફાવત નજ રહે. ત્રીજું વિર્ભાગજ્ઞાન એમાં મિથ્યાતિશ્રુત કરતાં અધિકતાને છે, તે ઈન્દ્રિયની મદદ વિના રૂપી દ્રવ્યને જોઈ જાણી શકે છે છતાં વસ્તુના ખરા સ્વરૂપને તેને અનુભવ થતું નથી, તેમજ બહારથી દેખાતા પદાર્થો જે દૂર દૂરના તેના જેવામાં આવે છે તેમાં અસ્પષ્ટતા અને વિપરીત દેખાવાપણું પણ હોય છે. કેવલજ્ઞાન અને કેવલ દર્શન એ બને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. તે સિવાયનાં સાતજ્ઞાન અને ત્રણુદર્શન તે કર્મોનો ક્ષયપશમથી થાય છે. ખરી રીતે જ્ઞાન એક છે અને દર્શન પણ એક છે છતાં કર્મની ઉપાધિના ભેદે ભેદ પાડવામાં આવ્યા છે. આ જ્ઞાન ઉપગ અને દર્શન ઉપગ દ્વારા આત્મા પિતાની શક્તિ પ્રકાશે છે અને વિશ્વના સર્વ પદાર્થોને વિષય કરે છે. અર્થાત્ સવ પદાર્થોને દર્શન અને જ્ઞાન દ્વારા જાણે છે અને જુવે છે. આ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. આટલી